GSTV
Home » News » videoમાં જુઓ ચુલબુલ પાંડે બનેલા સલમાનનો લુક, Dabangg 3નું મોશન પોસ્ટર થયું રિલીઝ

videoમાં જુઓ ચુલબુલ પાંડે બનેલા સલમાનનો લુક, Dabangg 3નું મોશન પોસ્ટર થયું રિલીઝ

સલમાન ખાને આજે ફેન્સને એક મોટી ગિફ્ટ આપી છે. સલમાન ખાને આજે મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 3નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે અને ચુલબુલ રોબિનહુડ પાંડેની પહેલી ઝલક બતાવી છે. સલમાને હિન્દી સહિત તમિલ અને તેલુગુ ત્રણ ભાષાઓમાં મોશનનું પોસ્ટર રિલીઝ કર્યું છે.

સલમાન ખાને ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું કે, આવી રહ્યો છે ચુલબુલ રોબિનહુડ પાંડે. 100 દિવસ પછી. સ્વાગત તો કરો અમારું. આ ફિલ્મનું નિર્દેશન કોરિયોગ્રાફર પ્રભુ દેવા કરશે. આ સીરિઝની ત્રીજી સીઝન છે. આ સીરિઝની પહેલી ફિલ્મ દબંગ 2010માં રિલીઝ થઈ હતી.

જેનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું હતું. જ્યારે દબંગ 2નું નિર્દેશન અરબાઝ ખાને કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિન્હા જોવા મળશે. સોનાક્ષીએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, દબંગ 3 આ વર્ષની ચોથી ફિલ્મ અને છેલ્લી રિલીઝ પણ હશે. આ વર્ષ સોનાક્ષીની ખાનદાની શફાખાના, કલંક અને મિશન મંગલ રિલીઝ થઈ ચૂકી છે.

9 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. નવ વર્ષ પૂરા થવા પર સોનાક્ષીએ કહ્યું કે, ફિલ્મ દબંગ મારા માટે બહુ જ સ્પેશિયલ ફિલ્મ છે. આજે દબંગની નવમી એનિવર્સરી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મારું નવમું વર્ષ ચાલી રહ્યું છે.હું બહુ જ ખુશ છું કે અમે ફિલ્મનો ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છીએ.

Read Also

Related posts

‘ગિલ્ટી’થી ડેબ્યૂ કરશે આલિયાની બેસ્ટ ફ્રેન્ડ, આ ક્રિકેટર સાથે જોડાઈ ચુક્યું છે નામ

Arohi

Food Court: મહાશિવરાત્રી પર વ્રતધારી માટે ફરાળ તરીકે બનાવો ‘બટેટા શક્કીરીયાનો શીરો’.

Ankita Trada

લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે બાફી નાંખ્યુ, રણબીર કપૂર સાંભળશે તો આવશે ગુસ્સો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!