GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

રોબર્ટ વાડ્રા પૂછપરછ માટે ED જતા પહેલા ફેસબુક ઉપર લખી પોસ્ટ, દર્દ વર્ણવ્યુ

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પુછપરછ માટે મંગળવારે EDનાં કાર્યાલય પહોંચ્યા હતા. પુછપરછ પહેલાં રોબર્ટ વાડ્રાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યુ હતુકે, હું EDની ઓફિસમાં 13મી વાર જઈ રહ્યો છું, લગભગ 80 કલાક તેમના બધા જ સવાલોનાં જવાબ આપ્યા છે. મારા સ્વાસ્થ્ય સંબંધી જાણકારીઓ સાર્વજનિક કરાઈ રહી છે. જે મારા માટે ખોટું કાર્ય છે.

રૉબર્ટ વાડ્રાએ મીડિયાના ડ્રામા સિવાય તપાસ આગળ ચાલવા દેવા અને સત્યને બહાર આવવા દેવા વિનંતી કરી હતી.એમણે કહ્યું કે મારું જીવન અલગ છે અને મેં એક દાયકા સુધી પાયાવિહોણા આરોપોનો સામનો કર્યો છે. આમાં મે મારા આરોગ્ય સાથે બેદરકારી રાખી છે. હું મારો સમય એવા લોકો સાથે વિતાવું છું જેમને જરૂરિયાત છે, જે બીમાર છે અને જોઈ શકતા નથી.

અનાથ બાળકોના મોં પર જે હાસ્ય રેલાય છે એનાંથી મને તાકાત મળે છે. આગળ એમણે કહ્યું કે શારીરિક સ્થિતિ બદલાય છે પરંતુ દિમાગ નથી બદલાતું. હું સત્ય પર અડગ છું અને તે મારા તરફથી આવનારા સમયમાં એક કિતાબ તરીકે હશે જે દુનિયા સમક્ષ મારો દષ્ટિકોણ સ્પષ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રૉબર્ટ વાડ્રાની લંડનની સંપત્તિ સહિતના મામલે તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી અગાઉ ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનેકવિધ સ્થળોએ એમની સામે તપાસ કરવામાં આવી હતી.

અને અદાલતે એમને આગોતરા જામીન પણ આપ્યા હતા. બિકાનેર, હરિયાણા વગેરે અનેક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઘણી વખત ઈડીની ઑફિસમાં પૂછપરછ પણ થઈ છે. અગાઉ જ્યારે તપાસ થઈ ત્યારે રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે સત્યની જીત થશે. રૉબર્ટ વાડ્રાએ આરોપોને ઘણી વખત ફગાવી દીધા છે.

READ ALSO

Related posts

ભક્તિમાં એટલા આંધળા ના થઈ જાઓ કે ગુગલ પણ સર્ચ ના કરી શકો, લોકોએ કર્યા કટાક્ષ

Ankita Trada

‘આજના શાસકો અંગ્રેજોની યાદ અપાવે છે’ અમિત ચાવડા સ્વતંત્રતા દિને પણ ભાજપને વખોડવાનું ના ભૂલ્યા

Bansari

ફડણવિસને મહારાષ્ટ્ર બહાર મોકલવાનો તખ્તો તૈયાર, આ રાજ્યની જવાબદારી સોંપાશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!