GSTV
Home » News » રૉબર્ટ વાડ્રાએ મત આપી ટ્વીટ કરી સેલ્ફી, ત્રિરંગો ઓળખવામાં ભૂલ કરવાથી બન્યા ટ્રોલનો શિકાર

રૉબર્ટ વાડ્રાએ મત આપી ટ્વીટ કરી સેલ્ફી, ત્રિરંગો ઓળખવામાં ભૂલ કરવાથી બન્યા ટ્રોલનો શિકાર

આજ-કાલ મત આપીને પછી સોશિયલ મીડિયામાં તેની તસવીર શેર કરવાનું ચલણ બહુ વધી ગયું છે. ફોટોમાં આંગળી પર શાહી લગાવેલી હોય, લોકોને આવા ફોટો ગમે પણ છે, લોકોને પણ પોતાનો મત આપવાનું યાદ આવે છે.

આવું જ કઈંક કર્યું પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાએ. સતત બીજેપીના નિશાને ચડી જતા રૉબર્ટ વાડ્રાએ આ વખતે બીજી એક ભૂલ કરી નાખી. છઠ્ઠા ચરણના મતદાન દરમિયાન તેઓ પણ મત આપવા ગયા અને મત આપીને ખુશી-ખુશી ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો. સાથે-સાથે થોડી જ્ઞાનવાણી પણ લખી કે, “બધાંએ પોતાના ઘરમાંથી નીકળી મતદાન કરવા જવું જોઇએ. લોકોના સારા ભવિષ્ય માટે અમને તમારા સહયોગની જરૂર છે.” આ બધા સુધી તો બધુ બરાબર હતું, પરંતુ દેશપ્રેમ વ્યક્ત કરવા સાથે તેમણે ત્રણ રંગવાળો ઝંડો પણ લગાવ્યો અને ભૂલ થઈ ગઈ અહીં.

ભારતની જગ્યાએ લગાવી દીધો પેરાગ્વેનો ઝંડો. પેરાગ્વેનો ઝંડો પણ ભારતના ત્રિરંગા સાથે થોડો મળતો આવે છે એટલે આ ભૂલ થઈ ગઈ, પરંતુ હવે લોકોના નિશાને ચડી ગયા રૉબર્ટ વાડ્રા.

ટ્વિટર પર પણ તેમની આ પોસ્ટ ટ્રોલ થવા લાગી અને કેટલાક લોકોએ એમ કહ્યું કે, પોતાના દેશના ત્રિરંગાને નથી ઓળખતા? કોઇએ કહ્યું પેરાગ્વેમાં વોટિંગ નહોંતુ. તો વળી કોઇએ મજાક માટે એમ પણ કહ્યું કે, પેરાગ્વેની બધી જમીન પણ ખરીદી લીધી!

પોતાની ભૂલ ખબર પડતાં જ તરત જ ટ્વિટ ડિલીટ કરી બીજી ટ્વિટ કરી, પરંતુ ત્યાં સુધી આ વાત બધે ફેલાઇ ગઈ હતી.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!