GSTV

આજે રોબર્ટ વાડ્રા મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી સમક્ષ હાજર થાય તેવી શક્યતા

મની લોન્ડ્રિંગ કેસમાં આજે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ઈડી સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે. ઈડી તેની પૂછપરછ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાડ્રા દિલ્હીના જામનગર હાઉસમાં આવેલી ઈડીના કાર્યાલયમાં હાજર થઈ શકે છે. તપાસ એજન્સીનું કહેવુ છે કે, હાલમાં વાડ્રાના નજીકના સાથી મનોજ અરોરાની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગત દિવસે વાડ્રાને ઈડી સમક્ષ હાજર થવા માટે આદેશ આપ્યા હતા. વાડ્રાના વકીલે કોર્ટમાં દલિલ કરી હતી કે, વાડ્રા વિરૂદ્ધ રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ઈડીએ વાડ્રા વિરૂદ્ધ  લંડનના બ્રાયંસ્ટન સ્કવેરમાં 19 લાખ પાઉન્ડની સંપત્તિ ખરીદવા મામલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. જે બાદ વાડ્રા કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

Related posts

ઘટનાના છ વર્ષ બાદ આ બાબા સામે અમદાવાદમાં નોંધાય ફરિયાદ, આવો છે આરોપ

Nilesh Jethva

કચ્છના આહીર પટ્ટીના ખેડૂતો માથે જાણે આભ ફાટ્યુ, અંદાજીત 500 જેટલા ખેડૂતોએ કલેકટરને નુકસાનનાં સર્વેની કરી માંગ

pratik shah

પેપરનું સીલ તૂટેલું નિકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી પરીક્ષાનો કર્યો બહિષ્કાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!