GSTV
Home » News » પ્રિયંકા ગાંધી બાદ તેમનાં પતિ રોબર્ટ વાડ્રાની રાજનિતીમાં એન્ટ્રી, આ નેતાએ આપ્યા સંકેત

પ્રિયંકા ગાંધી બાદ તેમનાં પતિ રોબર્ટ વાડ્રાની રાજનિતીમાં એન્ટ્રી, આ નેતાએ આપ્યા સંકેત

raj babbar robert vadra

યુપી કોંગ્રેસનાં અધ્યક્ષ રાજ બબ્બરે પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાની રાજનિતીમાં એન્ટ્રીનાં સંકેત આપ્યા છે. રાજ બબ્બરે જણાંવ્યું છે કે,જો તેઓ વિચારશે તો પાર્ટી પણ તેમનાં વિશે વિચારી શકે છે.તેમજ જણાંવ્યું કે પાર્ટીમાં તેમને સામેલ કરવા માટે કોણ મનાઇ કરશે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સંકેત મળ્યા હતાં કે,જો તેમનાં પર લાગેલા આરોપો ખત્મ થઇ જાય તો તેઓ રાજનિતીમાં આવી શકે છે.

હકિકતે,પ્રિયંકા ગાંધીએ રાજનિતીમાં ફુલટાઇમ એન્ટ્રી કરી છે. મહાસચિવનું પદ આપીને પાર્ટીએ તેમની જવાબદારી નિયત કરી છે.લોકસભા ચૂંટણીમાં પણ તેઓ સતત પ્રચાર-પ્રસાર કરે છે.બીજી તરફ એવી ચર્ચા ચાલી રહિ છે કે, પ્રિયંકા ગાંધી વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. આ મામલે કોંગ્રેસ પાર્ટીમાં પણ મંથન ચાલી રહ્યુ છે.

પાર્ટીમાં સામેલ થતા તેમને કોણ રોકશે?

આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ બબ્બરે પણ જણાંવ્યું હતું કેપ્રિયંકા ગાંધીની એન્ટ્રી થઈ પાર્ટી કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે.જો તેઓ ચૂંટણી લડશે તો પણ લોકોનું સંપુર્ણ સમર્થન તેમને મળશે.તેઓ ગમે ત્યાંથી ચૂંટણી લડશે,તેમની જીત પાક્કી છે. જો તેઓ ઇચ્છશે તો પાર્ટી તેમનાં વિશે જરૂર વિચાર કરશે. તેઓ પરિવારનો હિસ્સો છે. પાર્ટીમાં સામેલ કરવાથી કોણ મનાઇ કરશે.

rahulgandhi

સોનિયા-રાહુલની ઉમેદવારી સમયે રોબર્ટ વાડ્રા હાજર હતાં

થોડા દિવસો પહેલા અમેઠીમાં રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી ત્યારે પ્રિયંકા ગાંધીની સાથે-સાથે રોબર્ટ વાડ્રા અને તેમનાં બાળકો પણ હાજર રહ્યા હતાં. આ સિવાય રાયબરેલીમાં સોનિયા ગાંધીનાં નામાંકન સમયે પણ રોબર્ટ વાડ્રા હાજર રહ્યા હતાં. ત્યારપછી જ રોબર્ટ વાડ્રાની રાજનિતીમાં એન્ટ્રીને લઇને ચર્ચાઓએ વેગ પકડ્યું હતું.

READ ALSO

Related posts

‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

Alpesh karena

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi