GSTV

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીનું ઘર ચોર તળિયાઝાટક કરી ગયા, બાથરૂમનો નળ પણ ન મુક્યો

દેશની રાજધાની નવી દિલ્હીમાં એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જ્યાં ચોરોએ આમ આદમી પાર્ટીના નેતા અને પ્રદેશ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરમાં ચોરી કરી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. તો સાથે જ આ સમયે, આ ઘટનાથી પોલીસ-વહીવટી તંત્ર દોડતું થઈ ગયુ છે. મંત્રી સત્યેન્દ્ર જૈનના ટ્વીટ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોરો બાથરૂમના નળોને પણ ઉખાડીને લઈ ગયા છે.

મામલો સરસ્વતી વિહારનો છે

જાણકારી મુજબ, મામલો સરસ્વતી વિહારનો છે. અહીં સ્થિત મંત્રીનાં ઘરમાં ચોરી થઈ છે. આ ઘટનાની જાણકારી સત્યેન્દ્ર જૈને રવિવારે રાત્રે ટ્વીટ કરીને આપી હતી. સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈને પોલીસમાં ફરિયાદ કરી છે. જ્યારે પોલીસે અજ્ઞાત લોકોની સામે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

ઈ બ્લોક સ્થિત મકાનમાં ચોરી થઈ

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુકે, 22 સપ્ટેમ્બરે પોલીસ પીસીઆરને સૂચના મળી હતીકે, દિલ્હીનાં સરસ્વતી વિહારનાં ઈ બ્લોક સ્થિત એક મકાનમાં ચોરી થઈ છે. તેમણે જણાવ્યુકે, ઘટના સ્થળે પહોંચ્યા બાદ તે ઘર સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું છે તેની જાણ થઈ હતી. કહેવાઈ રહ્યુ છેકે, આ ફ્લેટ સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈનનો છે અને તે પાછલાં 6 મહિનાથી બંધ પડ્યો હતો.

READ ALSO

Related posts

સુરત કલેક્ટર કચેરી બહાર મહિલાએ મચાવ્યો હોબાળો, લોકડાઉન દરમિયાન પતિ ગેરપ્રવૃતિ કરાવતો હોવાનો આરોપ

Nilesh Jethva

ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરવા બદલ કેનેડિયન PMથી નારાજ ભારત, હાઈકમિશનને આપ્યું સમન્સ

Pravin Makwana

સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠ્યો પાણીનો પોકાર, કેનાલ હોવા છતાં ખેડૂતોને નથી મળતું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!