GSTV

સુરતમાં CNG પંપના મેનેજર પાસેથી લાખોની લૂંટ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે લાખોની લૂંટની ઘટના બની. શહેરના મહારાણા પ્રતાપ ચોકમાંથી CNG પંપના મેનેજર લાખો રૂપિયા બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ મેનેજર પાસેથી રોકડ ભરેલી બેગ છીનવી લીધી હતી. અને રફૂચ્ચ્કર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ

તો આ તરફ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘોડાગાડી અને સાયકલ દ્વારા દેખાવો કરવામાં આવ્યો. આ સાથે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આક્રમક રીતે દેખાવ કરી રહેલા કોંગ્રેસીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પોસ્ટર બાળવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમ્યાન કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જનતાને સાથે રાખી પેટ્રોલ – ડીઝલના ભાવોમાં થયેલા વધારા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

READ ALSO

Related posts

Video: બિમારીની હાલતમાં પણ દેશભક્તિ ન ભૂલ્યા ધર્મપાલ ગુલાટી, મસાલા કિંગનો આ છેલ્લો વીડિયો જોઇને તમે પણ કરશો સલામ

Bansari

અંત્રોલી ગામે યુવકની ગળુ કાપી ઘાતકી હત્યા, દાહોદમાં નજીવી બાબતે કાકાએ કર્યું ભત્રીજાનું ખૂન

Nilesh Jethva

બિહાર/ રાજ્યસભાની એક માત્ર સીટ પરથી સુશીલ મોદીની જીત નક્કી, અપક્ષ ઉમેદવારનું નામાંકન થયું રદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!