વણક્કમ સોસાયટીના બંગલાઓમાં ત્રાટકનાર લૂંટારાઓની એક કલાક સુધીની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે અને તેના ફૂટેજ પણ વાઇરલ થયા છે. બુકાનીધારી ત્રણ લૂંટારા એરગન સાથે બિન્ધાસ્તથી બંગલાના દરવાજા તોડતા નજરે પડે છે.ત્રણેય વારાફરતી આંટાફેરા મારતા દેખાય છે અને એક બંગલામાં હાથફેરો પણ કરી ગયા છે.મળતી માહિતી મુજબ, માંજલપુર પોલીસે એરગન પણ કબજે લીધી હતી.પરંતુ,૩૬ કલાક પછી પણ પોલીસે કોઇ જ ગુનો નોંધ્યો નથી.

લૂંટારા બે એરગન અને જેકેટ બંગલામાં છોડી ગયા
વણક્કમ સોસાયટીના એક બંગલામાં ત્રાટકેલા ચડ્ડીબંડી ધારી લૂંટારાઓ પોતાની પાસે બે એરગન લાવ્યા હતા.સ્થાનિકોને આશંકા છે કે,આ બંને ગન તેઓ કોઇ મકાનમાંથી ચોરીને લાવ્યા હશે. તેઓ જે બંગલામાં ત્રાટક્યા તે બંગલામાં જ બંને ગન અને જેકેટ છોડી ગયા હતા.જે પોલીસે કબજે લીધા હોવાનું જાણવા મળ્યું છે.

લૂંટારાઓએ ડ્રોઇંગ રૂમમાં લઘુશંકા કરી
બે થી ત્રણ બંગલામાં ચોરી કરવામાં સફળતા નહીં મળતાં લૂંટારાઓ અકળાયા હતા.લૂંટારાઓને એક બંગલામાં ચાંદીના વાસણો અને લેપટોપ હાથ લાગ્યા હતા.જે મત્તા ઉઠાવીને તેઓ ડ્રોઇંગ રૃમમાં લઘુશંકા કરી ભાગી છુટયા હતા.
READ ALSO
- એલોય વ્હીલ કે સ્ટીલ વ્હીલ કયું વધુ સારું ? કાર ખરીદતી વખતે ચોક્કસ ધ્યાન રાખજો
- ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના જૂથ પર પથ્થરમારો, કાર્યવાહિ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો
- પુત્ર કપુત્ર નીકળ્યો / પિતાના અંતિમ સંસ્કાર માટે પુત્રએ માંગ્યા રૂપિયા, પુત્રીએ કર્યા અગ્નિસંસ્કાર
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે