GSTV
Home » News » અણધડ વહિવટનું ઉત્તમ ઉદાહરણ : વન-વેમાં No Entryનું બોર્ડ ન મુકતા જેટલા વાહનો નીકળ્યા તમામને પકડી પકડી દંડ્યા

અણધડ વહિવટનું ઉત્તમ ઉદાહરણ : વન-વેમાં No Entryનું બોર્ડ ન મુકતા જેટલા વાહનો નીકળ્યા તમામને પકડી પકડી દંડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફીક પોલીસનો અણધડ વહીવટ અને બેદરકારી અંગે શહેરીજનોમાં અનેક ફરીયાદો ઉઠવા પામી છે !  જેમાં શહેરનાં વન-વે જાહેર થયેલા રસ્તાઓનાં છેડે બોર્ડતો મુકવામાં આવ્યા છે પરંતુુ આ બોર્ડ એવી રીતે મુકવામાં આવ્યા છે કે, વાહન ચાલકો સરળતાથી વાંચી શકતા નથી. આ અંગે શહેરીજનોમાંથી ઉઠતી ફરીયાદ મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફીકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ત્યારે આ સમસ્યા માટે પણ મુખ્યત્વે ટ્રાફીક પોલીસ અને બ્રીગેેડના જવાનો જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના દરેક શહેરોમાં વન-વે જાહેર થયેલા રસ્તાનાં છેડે નો-એન્ટ્રીના બોર્ડ વાહન ચાલકોને સરળતાથી વંચાય તે રીતે મુકવા ફરજીયાત છે. જે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે.

કોઈ જગ્યાએ નો-એન્ટ્રીનો બોર્ડ જ નથી

તેમ છતાંય સુરેન્દ્રનગર શહેરમાં જાહેર થયેલા વન-વે રસ્તાઓનાં છેડે કયાંય નો-એન્ટ્રીના બોર્ડ જોવા મળતા નથી. શહેરનાં હેન્ડલૂમથી ટાવર તરફથી અને જેલ ચોકથી માંઈ મંદિર તરફનો રોડ વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ રોડ પર કયાંય નો-એન્ટ્રીના બોર્ડ જોવા મળતા નથી અથવા તો મુકાયા હોય તો એવી જગ્યાએ મુકવામાં આવેલા છે કે જયા વાહન ચાલકોની નજર પણ પડતી નથી.

અજાણ્યા વાહનચાલકો પાસેથી મોટી દંડની રકમ વસુલાય છે

જેનાં પરિણામે બહાર ગામથી આવતાં અજાણ્યા વાહન ચાલકો ભુલમાં વન-વે પસાર થતા હોય અને ટ્રાફીક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને મોટી રકમનો દંડ પણ ફટકારવામાં આવતો હોવાની રાવ છે. આમ તંત્રની બેદરકારીના કારણે અનેક વાહનચાલકોને ખોટો દંડ ભરવો પડે છે ત્યારે તાત્કાલીક જે રસ્તાઓ વન-વે છે ત્યાં વાહનચાલકોને દેખાય તેવી રીતે નો-એન્ટ્રીના બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

READ ALSO

Related posts

Jio યુઝર્સને ફટકો, આ સૌથી પોપ્યુલર પ્લાનની વેલીડીટી સીધા 29 દિવસ ઘટી ગઇ!

Bansari

ખેડૂતો માટે નીતિન પટેલે નવી યોજનાની કરી જાહેરાત, 3500 કરોડનું આયોજન પણ આપ્યા 500 કરોડ

Mayur

બજેટ દરમિયાન નીતિન પટેલે કવિતા ગાતા કહ્યું, ‘અમે બધાએ ભેગા મળીને બનાવી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!