GSTV
India News Trending

ખુશખબર / કાર, બાઈક ચલાવતા લોકો માટે મોટા સમાચાર, મંત્રાલયે કરી દીધુ આ મોટું કામ

મંત્રાલય

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) એ ભારતમાં ડ્રાઇવર અને માર્ગ સુરક્ષા તકનીક માટે IIT મદ્રાસ અને ડિજિટલ ટેક કંપની MapmyIndia સાથે કરાર કર્યો છે. સાથે મળીને ત્રણેયએ એક ફ્રી-ટુ-યુઝ નેવિગેશન એપ લોન્ચ કરી જે રસ્તા પરના અકસ્માતોના જોખમો વિશે સેફ્ટી અલર્ટ આપે છે. નેવિગેશન એપ સર્વિસ ડ્રાઇવરોને અકસ્માતની સંભાવનાવાળા વિસ્તારો, સ્પીડ બ્રેકર્સ, તીક્ષ્ણ વળાંકો અને રસ્તામાં પડેલા ખાડાઓ અને અન્ય જોખમો વિશે વૉઇસ અને ફોટો એલર્ટ આપશે. આ પહેલ દેશમાં માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે માર્ગ પરિવહન મંત્રાલયની યોજનાનો એક ભાગ છે.

મંત્રાલય

MapmyIndia દ્વારા ડેવલપ્ડ નેવિગેશન સેવા એપ્લિકેશન MOVE એ 2020 માં સરકારની આત્મનિર્ભર એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ જીતી છે. આ સર્વિસનો ઉપયોગ નાગરિકો અને અધિકારીઓ દ્વારા દુર્ઘટનાઓ, અસુરક્ષિત વિસ્તારો, માર્ગ અને ટ્રાફિકના મુદ્દાને મેપ પર રિપોર્ટ અને પ્રસારિત કરવા માટે પણ કરી શકે છે. અન્ય યુઝર્સને મદદ કરવા માટે IIT મદ્રાસ અને MapmyIndia દ્વારા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને પછી સરકાર દ્વારા ભવિષ્યમાં રસ્તાની સ્થિતિ સુધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.

ગયા મહિને માર્ગ મંત્રાલયે સત્તાવાર રીતે વિશ્વ બેંક દ્વારા ફંડ પૂરું પાડવામાં આવેલ IIT મદ્રાસ દ્વારા રિસર્ચમાંથી બનાવેલ ડેટા-ડ્રિવન રોડ સેફ્ટી મોડલ અપનાવ્યું. માર્ગને સુરક્ષિત બનાવવા અને ઈમરજન્સી રિસ્પોન્સમાં સુધાર કરવામાં મદદ માટે 32થી વધુ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંસ્થા દ્વારા વિકસિત માર્ગ અકસ્માત ડેટાબેસ (iRAD) મોડેલનો ઉપયોગ કરશે.

IIT ટીમે 2030 સુધી માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો કરવા અને રોડ ટ્રાફિક અકસ્માતમાં એક પણ મૃત્યુ નહીં થાય તે લક્ષ્ય સુધી પહોંચાડવાની દિશામાં એક રોડ મેપ વિકસિત કરવામાં મદદ કરવા માટે વિભિન્ન રાજ્ય સરકારો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રસ્તાઓનો ઉપયોગ કરનારાઓની સુરક્ષા વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક પગલાઓ લઈ રહી છે.

READ ALSO

Related posts

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan
GSTV