આજે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં બારતની 2 કંપનીઓમાં બનેલી વેક્સિન લગાવવામાં આવી રહી છે. પરંતુ આજે અમુક સ્થળોએ વેક્સિનેશન સંબંધિત વિવાદ અને વિરોધની ઘટનાઓ પણ સામે આવી હતી. હવે દિલ્હીના રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં પણ વેક્સિન લગાવવા મુદ્દે રેસિડન્ટ ડૉક્ટર્સે વિરોધ નોંધાવ્યો છે. RMLના રેસિડન્ટ ડૉક્ટર્સે હોસ્પિટલમાં મેડિકલ સપ્રિટેન્ડેન્ટને પત્ર લખી કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર કર્યો અને કોવિશીલ્ડ લગાવવાની માગ કરી હતી.
ટ્રાયલ પૂર્ણ નથી થઈ તો વિશ્વાસ કેવી રીતે કરાય – ડૉક્ટર્સ
આ પત્રમાં રેસિડન્ટ ડૉક્ટર્સ દ્વારા કહેવામા આવ્યું છે કે,‘અમે તમામ આરડીએ RML હોસ્પિટલના સભ્ય છીએ. અમને માહિતી મળી છે કે, હોસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડને બદલે ભારત બાયોટેકની કોવૈક્સિન લગાવવામાં આવી રહી છે. અમે તમારું ધ્યાન એ બાબતે દોરવા માંગીએ છીએ કે કોવૈક્સિનના તમામ ટ્રાયલ પૂર્ણ ના થવાને કારણે અમુક આશંકાઓ પણ છે. તેને મોટાપાયે લગાવવામાં પણ આવે તો પણ વેક્સિનેશનને ટાર્ગેટ પૂર્ણ થશે નહીં. એવામાં અપીલ છે કે, અમને સૌને કોવૈક્સિનના બદલે કોવિશીલ્ડ વેક્સિન લગાવવામાં આવે.’
ગુલેરિયાએ જ કોવૈક્સિનને બેકઅપ વેક્સિન ગણાવી હતી…
આજથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં બંને વેક્સિનનો દેશભરમાં ઉપયોગ કરવામા આવી રહ્યો છે. આ સાથે જ એઈમ્સમાં પણ ભારત બાયોટેકની કોવૈક્સિન જ લગાવવામાં આવી રહી છે. જોકે અગાઉ એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ એઈમ્સમાં કોવૈક્સિનને બેકઅપ તરીકે રાખવામા આવેલી વેક્સિન ગણાવી હતી. આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો અને કંપની ભારત બાયોટેકે પણ તેની સામે વાંધો ઉપાડ્યો હતો. જોકે રેસિડન્ટ ડૉક્ટર્સ મામલે RML નો સંપર્ક કરવામા આવતા તેમણે આ મુદ્દે માહિતી ના હોવાની વાત કહી હતી. આ સાથે RML ખાતે વેક્સિનેશન ડ્રાઈવ સારી ચાલી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
READ ALSO
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા
- ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત