નળ કનેક્શન નહીં હોય તો પણ પાણી વેરો ઝીંકાશે, રાજકોટ મહાપાલિકાનું બજેટ રજૂ

રાજકોટ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગત વર્ષે 1769.33 કરોડનુ બજેટ હતું. આ વર્ષે 2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નળ કનેકશન નહી હોય તેવા પ્રોપર્ટી ધારકોને પણ બજેટ પાણીવેરો ઝીકવામાં આવશે. ગત વર્ષની જેમ વાહનવેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ઈકો ફ્રેન્ડલી મુસાફરી માટે પ્રોત્સાહન

રાજકોટવાસીઓ ઈકો ફ્રેન્ડલી મુસાફરી માટે પ્રોત્સાહિત થાય તેવો તદ્દન નવો અભિગમ આ વખતના મહાપાલિકાના બજેટમાં જોવા મળ્યો છે. ખાસ કરીને સાયકલિસ્ટને પ્રોત્સાહન મળે માટે પ્રથમ વખત સાયકલ ખરીદી પર મહાપાલિકા એક હજાર રૂપિયા સબસીડી આપશે તેવી જાહેરાત બજેટમાં થઈ છે. રાજકોટ મહાપાલિકાનું વર્ષ 2019-20નું 2057.42 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. ગત વર્ષે આ બજેટમાં નળ કનેકશન નહી હોય તેવા પ્રોપર્ટી ધારકોને પણ બજેટ પાણીવેરો ઝીકવામાં આવશે.

ગત વર્ષની જેમ વાહનવેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંડર બ્રિજ, ઓવરબ્રિજ અને બે કોમ્યુનિટી હોલ બનાવવાનો સમાવેશ બજેટમાં કરવામાં આવ્યો છે..આ બજેટના 1064 કરોડના ખર્ચે આવાસ યોજના બનાવવામાં આવશે. 90 આંગણવાડી અને 90 સ્માર્ટ મોડલ સ્કુલ, બનાવવાની વાત બજેટમાં કહેવાઈ છે. 458 કરોડના ખર્ચ 39 કિલોમીટરના બીઆરટીએસ રૂટ તૈયાર કરવામાં આવ્યું. 25 લાખથી વધુ કિંમતના વાહન પર 4 ટકા વેરો લગાવવામાં આવ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter