GSTV
Home » News » મુખ્યમંત્રીનું હોમ ટાઉન રોગચાળાના ભરડામાં, લોકો હોસ્પિટલમાં ઉજવશે દિવાળી

મુખ્યમંત્રીનું હોમ ટાઉન રોગચાળાના ભરડામાં, લોકો હોસ્પિટલમાં ઉજવશે દિવાળી

રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે 100 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદને પગલે રોગચાળો બેકાબુ બન્યો છે. જો કે વરસાદે વિરામ લીધાને 15 દિવસ થયા હોવા છતાં પણ આજે રાજકોટમાં રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં સૌથી વધુ સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને મેલેરિયા તેમજ ડેન્ગ્યૂના કેસ જોવા મળી રહ્યા છે.. ત્યારે દિવાળીના તહેવાર સમયે લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે મનપા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

જે અંતર્ગત 77 જેટલાં ગીચ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ લગાવવા, 300 જેટલાં આંગણવાડી વર્કરોને માર્ગદર્શન, 100 જેટલાં ઘરોમાં દરરોજ લોકોની જાગૃતિ જેવા અભિયાન શરૂ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 512 કેસ નોંધાયા છે. ત્યારે મેયર બીનાબહેને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા સબસલામતનું ગાણું ગાયું અને નિવેદન આપતાં કહ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઓક્ટોબરમાં ઓછા કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનને ‘વ્હાઈટ હાઉસ’ કેમ કહેવામાં આવે છે ? જાણો 118 વર્ષ જૂનો ઈતિહાસ

Nilesh Jethva

ઈવાંકાને આટલો સ્ટાલિસ્ટ લૂક આપવા પાછળ કોનો હાથ છે, ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે આ તસ્વીરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!