GSTV

સપા-બસપાએ આખરે 3 સીટો રાલોદને ફાળવી આ ગઠબંધન સામે કોંગ્રેસ અને ભાજપ લડશે

સપા-બસપાએ ગઠબંધનના એક ભાગરૂપે રાષ્ટ્રીય લોકદળ લોકસભાની ત્રણ બેઠકો ફાળવી હોવાનું કહી સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પણ ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનનો જ એક ભાગ છે. રાલોદના નેતા અજીત સિંહના પુત્ર જયંત ચૌધરી સાથે એક પત્રકાર પરિષદને સંબોધતાં યાદવે કહ્યું હતું કે  પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ ધરાવતા રાલોદને મથુરા, બાગપત અને મુઝફફરનગરની બેઠકો ફાળવાઇ હતી.

કોંગ્રેસ માટે છોડાઈ છે 2 બેઠકો

પત્રકાર પરિષદમાં વાંરવાર પૂછાયેલા એક સવાલના જવાબમાં યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ પણ અમારા મહાગઠબંધનનો જ એક ભાગ છે.’અમે તેમના(કોંગ્રેસ) માટે બે બેઠકો (અમેઠી અને રાયબરેલી) છોડી દીધી છે.

હાલમાં અમેઠીનું લોકસભામાં પ્રતિનીધીત્વ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી કરે છે અને રાયબરેલીથી તેમના માતા સોનિયા ગાંધી ચૂંટણી લડે છે.

મહાગઠબંધન વિચારધારા અને પક્ષોનું સંગમ

યાદવે કહ્યું હતું કે આ મહાગઠબંધ ભાજપને હરાવવા પ્રયાસો કરશે. જ્યારે જયંત ચૌધરીએ કહ્યું હતું કે આ મહાગઠબંધન વિચારધારા અને પક્ષોનું સંગમ છે અને તેમના માટે સબંધો મહત્તવના છે.મહાગઠબંધની જાહેરાત વખતે જાન્યુઆરીમાં તેમણે કહ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૩૮-૩૮ બેઠકો પર ચૂંટણી લડીશું. પરંતુ ત્યાર પછી જાહેર કરેલી યાદીમાં સપા એ ૩૭ અને બસપાએ ૩૮ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરેલી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૭૧, અપના દલને બે, સમાજવાદી પાર્ટીને પાંચ અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી.

Related posts

વિશ્વના આ દેશોમાં કોરોના વાયરસનું નામ લેવા પર થઈ શકે છે જેલ, માસ્ક પહેરવા પર પણ પ્રતિબંધ

Nilesh Jethva

જમ્મૂ કાશ્મીરમાં આ જજે ભારતીય સંવિધાનની સૌ પ્રથમ શપથ લીધી, ઓનલાઈન થયો સમારોહ

Nilesh Jethva

લોન્ચ થવા જઈ રહી હતી આ શાનદાર કાર્સ, Coronaના કારણે હવે જોવી પડશે રાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!