GSTV
Home » News » લોકસભા ચૂંટણીના સૌથી અમીર ઉમેદવાર છે બિહારમાં, પૈસા કમાયા છે ગુજરાતમાંથી

લોકસભા ચૂંટણીના સૌથી અમીર ઉમેદવાર છે બિહારમાં, પૈસા કમાયા છે ગુજરાતમાંથી

ramesh kumar bihar

પાટલિપુત્ર લોકસભા ચૂંટણીમાં કેંદ્રીય મંત્રી રામકૃપાલ યાદવ અને મીસા ભારતી વચ્ચે જબરજસ્ત મુકાબલો ચાલી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી વ્યક્તિ પણ અપક્ષ તરીકે લડી રહી છે, જે બિહારની અત્યાર સુધીની બધી જ લોકસભા ચૂંટણીના ઉમેદવારોમાં સૌથી અમીર ગણાય છે. આખા દેશમાં પણ સંપત્તિની બાબતમાં તે ધનવાન ઉમેદવાર ગણાય છે, કારણકે ચૂંટણી પંચને આપેલી માહિતીમાં રમેશ કુમારે પોતાની સંપત્તિ 1107 કરોડ જણાવી છે, જે બિહારના પટના સાહિબથી ચૂંટણી લડી રહેલ શત્રુધ્ન સિંન્હાની સંપત્તિ કરતાં પણ ઘણી વધારે છે.

આર કે શર્માના નામથી જાણીતી આ વ્યક્તિ 2015માં વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. તે સમયે તેમની સંપત્તિ 968 કરોડ હતી.

પાટલિપુત્રના નૌબતપુર વિસ્તારના કોપા કલા ગામના રમેશ કુમાર શર્મા જનપ્રતિનિધિ બનીને લોકોની સેવા કરવા ઇચ્છે છે, પરંતુ અહીં લડાઇ બે પક્ષો વચ્ચે જ છે, એ જોતાં તેમનું નિશાન ‘જહાજ’ કિનારે પહોંચે તેવી શક્યતાઓ બહુ ઓછી છે. આર કે શર્મા સખત ગરમીમાં ગાડીઓનો કાફલો લઈને પ્રચાર માટે નીકળે છે, તેમની પાછે તેમના કાર્યકર્તાઓ હોય છે, ખુલ્લી જીપમાં તેઓ લોકોનું અભિવાદન કરે છે. સામાન્ય માણસ હોય કે દુકાનદાર બધાંનું હાથ જોડી અભિવાદન કરે છે, પરંતુ વોટ નથી માંગતા.

આર કે શર્માનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા અને તેમને પણ શિક્ષક બનાવવા ઇચ્છતા હતા, પરંતુ શર્મા બિહારમાં રહેવા નહોંતા ઇચ્છતા. એટલે જ બિહાર ટેક્ટ બુકમાં નોકરી મળવા છતાં તેઓ હાજર ન થયા, કારણકે તેમની પાછળવાળા વ્યક્તિને નોકરીની વધારે જરૂર હતી. એન્જિનિયરિંગ ભણ્યા બાદ તેઓ મર્ચંટ નેવીમાં જતા રહ્યા અને ત્યાંથી પૈસા કમાયા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન ખરીદી ઇન્વેસ્ટ કરવા લાગ્યા.

ભગવાનમાં વિશ્વાસ રાખતા શર્મા પાસે 11 કંપનીઓ છે. તે સ્ક્રેપનું કામ કરે છે, જૂનાં જહાજ ખરીદે છે અને તેને ફરીથી વેચે છે. તેમનો બિઝનેસ વિદેશોમાં પણ ફેલાયેલો છે. મલ્ટી મરિન સર્વિસિઝ લિમિટેડ, મરમરી શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ, અપના ઈંટરનેમેન્ટ લિમિટેડ, અમારા ફિલ્મ પ્રોડક્શન લિમિટેડ, ફીજી પિક્ચર એન્ડ સિનેમા લિમિટેડ, ફૂજી એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીઓના તેઓ માલિક છે.

ગુજરાતમાં બિઝનેસ હોવા છતાં પીએમ મોદીની જબરજસ્ત નિંદા કરે છે. તેમણે 2014ની ચૂંટણીમાં મોદી માટે બનારસમાં જાતે પ્રચાર કર્યો હતો, પરંતુ તેમણે વાયદો પાળ્યો નથી અને માફી પણ ન માંગી. તેઓ જીએસટી અને નોટબંધીના વિરોધમાં છે. તેમનું માનવું છે કે, આનાથી દેશને બહુ નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં મોદીએ કોઇ વિકાસ નથી કર્યો, અહીંના લોકો આજે પણ પાણી માટે તરસે છે.

Related posts

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

Riyaz Parmar

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!