GSTV
Home » News » PM મોદીની ડિનર પાર્ટી: આટલા રૂપિયામાં તો દવા-સાધનો ખરીદી શકાય, મહિલા નેતાનો આરોપ

PM મોદીની ડિનર પાર્ટી: આટલા રૂપિયામાં તો દવા-સાધનો ખરીદી શકાય, મહિલા નેતાનો આરોપ

આજે PM નરેન્દ્ર મોદી દ્રારા આયોજીત ડિનર પાર્ટીમાં રાષ્ટ્રીય જનતા દળ શામેલ નહિં થાય. બિહારમાં ચમકી તાવનાં કારણે ટપોટપ બાળકો મરી રહ્યા છે. બાળકોનાં થતા મોતને ધ્યાને રાખીને લાલુ પ્રસાદ યાદવનાં પક્ષ આરજેડીએ આ સંવેદનાભર્યો નિર્ણય કર્યો છે. આરજેડી નેતા અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ જણાંવ્યું કે, જેટલો ખર્ચ પીએમનાં ડિનર પાર્ટીમાં થઇ રહ્યો છે. એટલા રૂપિયાથી બાળકો માટે દવાઓ અને અન્ય જરૂરી ઉપકરણ ખરીદી શકાય છે.

મીડિયા સાથેની વાતચીતમાં મીસા ભારતીએ જણાંવ્યું કે,હું પીએમ મોદીનાં ડિનરમાં જવાની નથી.મુઝફ્ફરપુરમાં બાળકો મોતને ભેટી રહ્યા છે. આટલા ખર્ચમાં તો વેન્ટીલેટર આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બિહારમાં એક્યૂટ ઇન્સૈફેલાઇટીસ સિન્ડ્રોમથી (એઇએસ) મરનારા બાળકોની સંખ્યા વધીને 140 સુધી પહોંચી છે. મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બુધવારે વધુ પાંચ બાળકો મૃત્યુ પામ્યા છે.આ તમામ પાંચેય બાળકો સહિત તેમની હોસ્પિટલમાં મરનારા બાળકોની સંખ્યા 95 સુધી પહોંચી છે.

અહિં ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, પીએમ મોદીની આ ડિનર પાર્ટીમાં એક દેશ એક ચૂંટણી મામલે પણ ચર્ચા થઇ શકે છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદનાં બન્ને ગૃહને સંબોધીત કર્યુ હતું.

PM નરેન્દ્ર મોદીનાં ડિનર પાર્ટીમાં કોંગ્રેસ હાજર રહેશે

બીજી તરફ લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી પીએમ મોદી દ્વારા આયોજીત ડિન પાર્ટીમાં હાજર રહેશે. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે,તે પીએમ મોદીની ડિન પાર્ટીમાં જશે, કારણ કે પીએમ એક પદ છે. તેમજ વડાપ્રધાન સમગ્ર દેશનાં હોય છે. તેમણે જણાંવ્યું કે, આપણે બધા સંસદનો હિસ્સો છે. આશા છે કે એક સારૂ ડિનર રહેશે.

READ ALSO

Related posts

ડૉનાલ્ડ ટ્રંપને મળી નોબલ વિજેતા નાદિયા મુરાદ, મળતા જ ટ્રંપે નાદિયાને પુછ્યો આ સવાલ

Mansi Patel

બહુ જલદી આ સસ્તી AC ટ્રેનને બંધ કરી શકે છે કેન્દ્ર સરકાર, શું છે તેનું કારણ?

NIsha Patel

દિકરીઓને દૂધ પીતી કરવાનું પ્રકરણ વકર્યું, માફી માગવા છતાં ભરાયા નવઘણજી ઠાકોર

Karan
Do NOT follow this link or you will be banned from the site!