GSTV

લાલુપ્રસાદના બંને પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ વચ્ચે ખટરાગ, રાજનીતિમાં ગરમાવો

Last Updated on June 10, 2018 by

આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના બંને પુત્રો તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ વચ્ચે ખટરાગના અહેવાલોએ રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

તેજ પ્રતાપ યાદવે કેટલાક ટ્વીટ કરી રાજનીતિમાંથી સંન્યાસ લઇ તમામ સત્તા તેજસ્વી યાદવને સોંપવાનું જણાવ્યું. જોકે વિવાદ વધતા તેજ પ્રતાપ યાદવે બંને વચ્ચે ખટરાગના અહેવાલોને નકાર્યા હતા. તેજ પ્રતાપ યાદવે સ્પષ્ટતા કરી કે પક્ષના જ કેટલાક લોકો બંને વચ્ચે ફૂટ પડાવવા માંગે છે.

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવના બંને પુત્રો વચ્ચે ખટરાગ ચાલતો હોવાના અહેવાલોને પગલે બિહારની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના કેટલાક ટ્વીટે ઘમાસાણ મચાવ્યું છે.

તેજ પ્રતાપે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો ઇશારો કરી તમામ સત્તા પોતાના ભાઇ તેજસ્વી યાદવના હાથમાં સોંપવાની વાત કરી છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે તેમણે પોતાના જિગરના ટુકડા તેજસ્વીને આરજેડીના યુવરાજ જાહેર કર્યા હતા. પરંતુ બદલામાં તેને અપમાન જ મળે છે.

તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કર્યું હતું કે. હું અર્જુનને હસ્તિનાપુર સોંપીને દ્વારકા જતો રહેવા માંગુ છું. પરંતુ ચાડી ફૂંકનારાઓને પરેશાની થશે કે ક્યાંક હું કિંગમેકર ન કહેવાઉં. તેજ પ્રતાપના આ ટ્વીટથી એવી અટકળો લગાવાઇ રહી છે કે તેમના અને તેજસ્વી વચ્ચે બધું ઠીકઠાક નથી.

તેજ પ્રતાપે હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે પાર્ટીમાં મારી વાત કોઇ સાંભળતું નથી. પક્ષના લોકો મારો ફોન નથી ઉપાડતા. તેઓ કહે છે કે વરિષ્ઠ નેતાઓએ તેમને આવું કરવા કહ્યું છે. વિદ્યાર્થીઓ આરજેડી માટે પાયાના સ્તરે કામ કરે છે. પોતાના પૈસા ખર્ચીને પાર્ટી માટે કામ કરે છે. પરંતુ તેમને કોઇ મહત્વ નથી મળતું.

જો કે તેજ પ્રતાપ યાદવના નિવેદનથી વિવાદ સર્જાયા બાદ તેમણે સ્પષ્ટતા કરી કે તેમના અને તેજસ્વી યાદવ વચ્ચે કોઇ મતભેદ નથી. તેજ પ્રતાપે તેજસ્વીને પોતાના જિગરનો ટુકડો ગણાવ્યો અને કહ્યું કે પક્ષમાં કેટલાક અસામાજિક તત્વો છે તે તેમના વચ્ચે ફૂટ પડાવવા માંગે છે.

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં સજા મળ્યા બાદ સમગ્ર પાર્ટીની કમાન તેજસ્વી યાદવના હાથમાં જ આવી ગઇ છે. આવા સંજોગોમાં બંને ભાઇઓ વચ્ચે કથિત ખટરાગના અહેવાલો સામે આવ્યા બાદ એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે આરજેડીમાં બધું ઠીકઠાક નથી.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!