GSTV

ભાઈ મોદી હું પાન ખાવા ઉભો રહું ત્યારે તમારી સભાથી વધુ લોકો એકઠા થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પટનામાં એનડીએ રેલી સંબોધી હતી. બિહારની રાજધાની પટનામાં એનડીએ નેતૃત્વ રેલીને સંબોધીને વડા પ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા છે. જો કે આ રેલી યોજાઈ તે પહેલા બિહાર વિધાનસભામાં વિપક્ષીનેતા અને લાલુ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવે નિતીશ-મોદીની જોડી પર આકરા પ્રહારો કરી બિહાર સાથે ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો હતો.

બીજી તરફ બિહારની રાજનિતીમાં ભિષ્મપિતામહ એવા લાલુ યાદવે જેલમાંથી પટનાની સંકલ્પ રેલી પર આકરા પ્રહારો કર્યા હતાં. શાબ્દિક પ્રહારો કરતા લાલુપ્રસાદ યાદવે જણાંવ્યું છે કે, જો અમે પાન-મસાલો-ખાવા માટે ગલ્લા પર ગાડી રોકીએ ત્યારે એટલી ભીડ જમા થાય છે., જેટલી મેદની NDAની સંકલ્પ રેલીમાં જોવા મળી હતી.

લાલુ યાદવે ટ્વિટ કરતા જણાંવ્યું કે, નરેન્દ્ર મોદી,નિતીશ કુમાર અને પાસવાને મહિનાઓ સુધી મહેનત કરીને,સરકારી મશીનરીનો દુરૂપયોગ કરીને પટનાનાં ગાંધી મેદાનમાં આટલી મેદની એકઠી કરી છે. હું જ્યારે પાન ખાવા માટે ગાડી રોકું ત્યારે આટલી મેદની જમા થાય છે.
આ સાથે જ લાલુએ ટોણો માર્યો છે કે,”જાઓ રે મર્દો,વધારે જતન કરો અને કેમેરાને વધારે ઝુમ કરાવો.”

મહત્વનું છે કે પટનાનાં ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલી સંકલ્પ રેલીમાં નરેન્દ્ર મોદી સિવાય બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમાર, કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન સહિત એનડીએ ગઠબંધનનાં બિહાર એકમનાં અનેક નેતાઓ હાજર હતાં.

આ રેલીમાં નવ વર્ષ પછી પીએમ મોદી અને સીએમ નિતીશ કુમાર ચૂંટણી રેલીમાં મંચ પર એક સાથે જોવા મળ્યાં. છેલ્લી વખતનિતીશ કુમારે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન પંજાબનાં લુધીયાણામાં એનડીએ રેલીમાં હાજરી આપી હતી.

READ ALSO

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!