GSTV
Home » News » બિહારની જનતા પૂરમાં ત્રસ્ત, ડેપ્યુટી સીએમ સુશીલ મોદી ફિલ્મ સુપર-30 જોવામા મસ્ત

બિહારની જનતા પૂરમાં ત્રસ્ત, ડેપ્યુટી સીએમ સુશીલ મોદી ફિલ્મ સુપર-30 જોવામા મસ્ત

પૂરગ્રસ્ત બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી સુપર-30 ફિલ્મ જોવાના કારણે વિપક્ષના નિશાને આવ્યા છે. સોશ્યલ મીડિયા પર ફિલ્મ જોઇ રહેલા સુશીલ મોદીની તસ્વીરો વાઇરલ થઇ રહી છે. રાજ્યની વિપક્ષી પાર્ટી આરજેડીએ આ મામલે સુશીલ મોદીને આડેહાથ લીધા છે. તાજેતરમાં જ સુશીલ મોદીએ ફિલ્મ સુપર-30ને ટેક્સ ફ્રી કર્યા બાદ ફિલ્મ અભિનેતા ઋતિક રોશન અને સુપર-30ના સ્થાપક આનંદ કુમારની સાથે મુલાકાત કરી હતી. જેની તસ્વીરો પણ સોશ્યલ મીડિયા પર મુકવામાં આવી હતી. જે બાદ સોશ્યલ મીડિયા પર સુશીલ મોદી સામે યુઝર્સે પ્રહાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશને આભાર પ્રગટ કરવા માટે ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ મુલાકાતની તસવીરો પોતાનાં એકાઉન્ટ પર શેયર કરી હતી.ગત 16 જુલાઇએ ઋત્વિક રોશને સુશીલ મોદી સાથે મુલાકાત કર્યાની પોસ્ટ ટ્વિટર પર શેયર કરતા આરજેડીએ વર્તમાન બિહાર સરકાર અને ભાજપ તેમજ સુશીલ મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં.

અત્યાર સુધીમાં બિહારમાં પૂરને કારણે 60થી વધુ લોકોનાં મોત થયા છે. તેમજ સુશીલ મોદીએ ફિલ્મ જોતા મુખ્ય વિપક્ષ રાજદે આકરી ટીકા કરી છે. રાષ્ટ્રીય જનતા દળનો આરોપ છે કે, સરકાર પૂરગ્રસ્તોની મદદ કરવાને બદલે ફિલ્મો જોવામાં પોતાનો સમય બરબાદ કરી રહી છે.

RJDનું ટ્વિટ તેવા સમયે આવ્યું છે. જ્યારે બિહારમાં અત્ર,તત્ર, સર્વત્ર પાણી જ પાણી જોવા ળે છે. તેમજ જનસામાન્ય પાણીની ઝપેટમાં આવી ગયું છે. તેમજ સ્થિતિ ઘણી ગંભીર છે. બિહારનાં વિપક્ષનાં નેતા તરીકે તેજસવી યાદવ છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!