IRCTC સ્કેમનો મામલો, લાલુ રાબડી અને તેજસ્વીને મળી રાહત

ટેન્ડર સાથે જોડાયેલા ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિજ્મ કોર્પોરેશનના ગોટાળામાં આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થયા હતા. રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવને આઈઆરસીટીસી ગોટાળામાં કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ચુક્યા છે. આ ગોટાળાના મામલામાં આરોપી બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવને પણ 19 જાન્યુઆરી સુધીની વચગાળાની જામીન આપવામાં આવી છે.

હવે લાલુ યાદવે 19 જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ થવાનું છે. લાલુપ્રસાદ યાદવ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેટલાક અન્ય મામલાઓમાં પણ સજા કાપી રહ્યા છે. સીબીઆઈ અને ઈડી સાથે જોડાયેલા મામલાની સુનાવણી થવાની હતી. આમાની સીબીઆઈવાળી સુનાવણીને 19 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. જો કે ઈડી સાથે જોડાયેલા મામલાની આજે સુનાવણી થઈ હતી.

પટિયાલા હાઉસ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાલુપ્રસાદ યાદવની જામીન અરજી પર પણ સુનાવણી થઈ હતી. આઈએસસીટીસીના મામલામાં સીબીઆઈ અને ઈડી બંને તપાસ કરી રહ્યા છે. આ મામલામાં ઈડી મની લોન્ડ્રિંગ અને સીબીઆઈ ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાના મામલાને લઈને તપાસ કરી રહી છે.

લાલુપ્રસાદ યાદવ પર આરોપ છે કે રેલવે પ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમણે કથિતપણે કેટલીક કંપનીઓને ફાયદો પહોંચાડયો હતો. આ મામલો 2006નો છે. 2006માં રાંચી અને પુરીમાં બે હોટલોની ફાળવણીમાં કેટલીક અનિયમિતતાની વાત સામે આવી હતી

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter