રાજ્યસભાના સાંસદોને પણ સ્કૂલ જતા હોવાનો થશે અહેસાસ, લેવાયો આ નિર્ણય

ઘણી વખત આપણે અખબારમાં વાંચતા હોઈએ છે કે સંસદની કામગીરી દરમિયાન સાંસદોનું ઉદાસીન વલણ અથવા તો સાંસદો સંસદની કામગીરીમાં સામેલ જ થતા નથી. જો કે હવે જલ્દીથી આ નિર્ણય બદલાશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં ચેરમેન એમ.વેંકૈયા નાયડુએ સંસદનાં ઉપલા ગૃહમાં સભ્યોને તાકિદ કરી છે કે રજા લેવા માટે અરજી આપવી પડશે. અરજી પત્રકમાં રજા લેવા માટેનું વ્યાજબી કારણ દર્શાવવું પડશે.

બુધવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા ચેરમેને જરૂરી ડોક્યુમેન્ટ ફ્લોર પર મુકાવ્યા હતાં.ત્યાર પછી સભાપતિએ ગૃહને સૂચના આપી કે સમાજવાદી પાર્ટીનાં સાંસદ બેનીપ્રસાદ વર્મા અને કેરળ કોંગ્રેસનાં જોશ કે મણીએ વર્તમાન સત્રમાંથી રજા લીધી છે.

રાજ્યસભા ચેરમેન નાયડુએ કહ્યું કે બેની પ્રસાદ વર્માએ પોતાનાં ખરાબ સ્વાસ્થયને કારણે રજા માગી છે. જ્યારે કેરળ કોંગ્રેસનાં સભ્ય જેશ કે મણીએ પોતાનાં આવેદનમાં જણાંવ્યું છે કે પાર્ટી સબંધિત કામ-કાજને કારણે મારે વર્તમાન સત્રમાંથી રજા જોઈએ છે.

રાજ્યસભા સભ્યોએ રજા આપ્યા પછી ચેરમેન વેંકૈયા નાયડુએ બન્ને સદસ્યોની રજા મંજૂર કરી છે. ચેરમેને કહ્યું છે કે રજા લેવા માટે સભ્યો રજાચિઠ્ઠીમાં પાર્ટી અને પરિવાર સબંધીત કારણો દર્શાવતા સમયે ઉચીત કારણો રજુ કરવા જરૂરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter