GSTV

રિયાના ઊંચા છેડા નીકળ્યા, સુશાંતના મોત બાદ બાંદ્રાના ડીસીપી સાથે હતી સંપર્કમાં

Last Updated on August 7, 2020 by Mansi Patel

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ આગળ વધવાની સાથે સાથે નવા ખુલાસા પણ સામે આવી રહ્યા છે ત્યારે રિયા ચક્રવર્તીની કોલ ડિટેલ્સ પરથી ખુલાસો થયો છે કે રિયા બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખેના સંપર્કમાં હતી. કોલ રેકોર્ડ પ્રમાણે સુશાંતના મોત બાદ રિયાએ બાંદ્રાના ડીસીપીની સાથે ચાર-ચાર વખત વાત કરી હતી. આ ઉપરાંત એક વખત મેસેજ કરીને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

ફોન કોલ ઓફિશિયલ કારણોથી કરાયા

રેકોર્ડ પ્રમાણે રિયાએ 21 જૂને, 22 જૂને, 30 જૂને અને 18 જુલાઇએ રિયા અને ડીસીપી વચ્ચે વાત થઇ છે. જેમાં બે વખત રિયાએ અને બે વખત ડીસીપી ત્રિમુખેએ બે વખત કોલ કર્યો હતો. જ્યારે કે 22 જૂને ડીસીપી તરફથી રિયાને એક મેસેજ પણ કરવામાં આવ્યો હતો. આ ફોન કોલ્સની ડિટેલ સામે આવ્યા બાદ મુંબઇ પોલીસનું કહેવું છે કે આ કોલ રેકોર્ડ રિયાને જ્યારે બાંદ્રા પોલીસ સ્ટેશન અને સાંતાક્રૂઝ સ્ટેશન બોલાવામાં આવી છે ત્યારના છે. રિયાને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી હતી. આ ફોન કોલ ઓફિશિયલ કારણોથી કરવામાં આવ્યા હતા.

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Pravin Makwana

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!