GSTV

રિયા ચક્રવર્તીની વધી મુશ્કેલીઓ, ડ્રગ્સ કેસમાં ભાઈ શૌવિક અને મેનેજરના રિમાન્ડ મંજૂર

Last Updated on September 5, 2020 by Ankita Trada

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુંબઈની કોર્ટે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને કોઈ રાહત મળી નથી. બંનેને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. બોલીવૂડ સ્ટાર સુશાંતના કેસમાં હવે ડ્રગ્સનો મુદ્દો છાપરે ચઢીને પોકારી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રિયાના ભાઈ શૌવિકે એનસીબી સમક્ષ કબૂલ કર્યું હતું કે, રિયા માટે તે ડ્રગ્સ ખરીદતો હતો અને આ માટે તે બાસિત પરિહાર અને જૈદ સાથે સીધા સંપર્કમાં હતો. શૌવિક તેમની પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો.

નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

દરમિયાન એનસીબીએ શૌવિક અને મિરાન્ડની કરેલી ધરપકડ બાદ આજે મુંબઈ કોર્ટમાં રજૂ કરીને સાત દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે તેમના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. NCBએ કહ્યું હતું કે, શૌવિક અને મિરાન્ડા પણ બોલીવૂડમાં ડ્રગ્સ સપ્લાયના નેટવર્કનો હિસ્સો છે કે કેમ તેની તપાસ કરવાની છે.

પૂછપરછ માટે સમન્સ પાઠવાયુ

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફસાયેલી જોવા મળી રહી છે. આ કેસમાં રિયાના ભાઈ શોવિકની ધરપકડ થઈ ચૂકી છે. રિયા ચક્રવર્તી પણ પોતાની જાળમાં ફસાઈ ગઈ છે. હવે તપાસ દરમિયાન તેની પોલ તેના વોટ્સએપ ચેટ દ્વારા જ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ, પીએમએલએની જોગવાઈ હેઠળની તપાસમાં જાણવા મળ્યું છે કે, રિયા ચક્રવર્તીનું ક્રેડિટકાર્ડ મુખ્યત્વે ડ્રગ્સની ખરીદી, વેચાણ અને ઉપયોગમાં હતું. માદક દ્રવ્યો સાથે તેમનો કંઈ લેવાદેવા નથી. ક્યારેય ડ્રગ્સ લીધું નથી. ઉલ્લેખનીય છે કે, એનસીબી દ્વારા શૌવિક અને મિરાન્ડાની શુક્રવારે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી દ્વારા રિયાને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યુ છે.

એનસીબી રિયાની પૂછપરછ કરશે

રિયા ચક્રવર્તી આ કેસમાં સતત વિવાદોમાં રહી છે. રિયા જે પહેલાંથી ઇડીનો ટાર્ગેટ રહી છે. હવે એનસીબી ઘણા સવાલો ઉઠાવશે. તપાસ દરમિયાન, એનસીબીને આવા ઘણા પુરાવા મળ્યા છે જે બતાવે છે કે આ ડ્રગ વિવાદ સાથે રિયાનો પણ કોઈ સંબંધ છે. રિયાએ ચોક્કસપણે આ વિવાદથી પોતાને દૂર રાખ્યો છે, પરંતુ જ્યારે પણ શોવિક સાથે તેની ચેટ વાયરલ થઈ છે ત્યારથી જ રિયાના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. તે જ સમયે, આવી વાતચીત રિયાની જય શાહા અને ગૌરવ આર્ય સાથે પણ થઈ છે જે તેમની પ્રવૃત્તિઓ પર શંકા ઉભી કરે છે.

ડ્રગના વિવાદ સાથે રિયાનું જોડાણ?

આટલું જ નહીં, એવા સમાચાર પણ છે કે શૌવિકની પૂછપરછ દરમિયાન રિયાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ડ્રગ્સ ખરીદવા માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે રિયાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણા પ્રસંગોએ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એનસીબી આ મામલે રિયાની પૂછપરછ કરવા જઇ રહી છે. પૂછપરછ દરમિયાન, શોવિકે કબૂલ્યું છે કે તે ડ્રગના વેચનારાઓ સાથે સંપર્કમાં હતો, હવે રિયાને પણ પૂછવામાં આવશે કે તેણી પણ કોઈ ડ્રગના વેપારીઓ સાથે સંપર્કમાં છે કે નહીં, શું તેને ડ્રગ્સ પણ મળ્યો હતો. આ તે બધા પ્રશ્નો છે જે લાંબા સમયથી ઉભા થયા છે.

READ ALSO

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!