GSTV
Home » News » એમએમએસ કાંડ વાયરલ થયો હતો તે હિરોઈન બોલી મા બનવું છે પણ આ લાગે છે ડર

એમએમએસ કાંડ વાયરલ થયો હતો તે હિરોઈન બોલી મા બનવું છે પણ આ લાગે છે ડર

એમએમએસ લીક થયા બાદ ભારે ચર્ચામાં આવેલી અભિનેત્રી રિયા સેને ર૦૧૭માં લાંબા સમયના મિત્ર શિવમ તિવારી સાથે ચુપચાપ લગ્ન કરી લીધા છે. તેણે જણાવ્યું છે કે મારે મા બનવું છે પણ મને લેબર પેઈનની બહુ બીક લાગે છે. રિયા સેને પોતાના લાંબા સમયના મિત્ર શિવમ તિવારીએ ચુપચાપ લગ્ન કરી પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે.

રિયાએ પુનામાં બંગાળી રીત રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે. લગ્નમાં નજીકના મિત્રો અને સગા સંબંધીઓ સામેલ થયા હતા. તાજેતરમાં રિયાએ એક ઇન્ટરવ્યુમાં લગ્ન બાદ પોતાની જીંદગી કેવી બદલાઇ ગઇ છે, તેની વાત કહી છે. તેણે કીધું છે કે મારૂ લગ્ન જીવન બહુ સારી રીતે ચાલે છે. જ્યારે મારા પતિ બહુ સમજદાર અને ખુલ્લા વિચારોવાળા છે. તે મારી કેરીયર અંગે મને સલાહ આપે છે.

ત્યારે મારા પિતા, મારી માતા જે રીતે સલાહ આપતા એ રીતે જ સલાહ આપે છે એટલે એ મારા પિતા જેવા છે. રિયા મા બનવા અંગે કહે છે કે મને મા બનવાની ઇચ્છા છે, પણ મને લેબર પેઇનનો બહુ ડર લાગે છે. અમે બંને મન ભરીને ખુલ્લા દિલે જીવન જીવી રહયા છીએ અને અમે બંને બાળકો ઇચ્છીએ છીએ. અમે બંને કામમાં વ્યસ્ત છીએ, એ(બાળકો) પણ થશે.

તમારા લગ્નના નિર્ણય બાદ તમારા માતા પિતાના શું પ્રતિભાવ હતા એવું પૂછતા તેણે જણાવ્યું કે તેઓ માનતા ન હતા અને તેમને લાગતું ન હતું કે અમારી દિકરી આટલી ઝડપથી લગ્ન કરવા જઇ રહી છે. રિયા કહે છે કે લગ્ન પછી કેટલાક સમાધાન પણ કરવા પડે છે. મારો શ્વાન મારી જીંદગી છે. હું મારા પોતાના શ્વાનને છોડીને પતિ સાથે દિલ્હી આવી ગઇ. હું દરેક ચીજ સમતોલ રાખીને જીવું છું, ત્યારે ખુશ રહેવા માટે એક સંબંધમાં રહેવું જરૂરી છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જિલ્લામાં આશરે 3000 હજાર ટન સોનું હોવાનું કોઇ અનુમાન નથી લગાવ્યું, GSI એ આ દાવાને નકાર્યો

pratik shah

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!