GSTV

રિયાએ પાંચ દિવસમાં સુશાંતને 25 કોલ કર્યા, એક્ટરે પરિવારની મદદ માગી હતી

સુશાંતસિંહ રાજપૂતના મોતને પગલે દરરોજ નવી વાતો આવી રહી છે. આ કેસમાં સૌની નજર રિયા ચક્રવર્તી પર ટકેલી છે. હવે રિયાના કોલ ડિટેઇલ્સ અંગે પણ ખુલાસો સામે આવ્યો છે. કોલની વિગતોમાંથી જાણવા મળ્યું છે કે રિયા 20થી 24મી જાન્યુઆરી 2020 દરમિયાન તેની બહેન રાનીને મળવા ચંદીગઢ ગઈ હતી અને ત્યાંથી તેણે સુશાંતને પાંચ દિવસમાં 25 કોલ કર્યા હતા.

સુશાંતે નવેમ્બરમાં બહેન પાસે માગી હતી મદદ


સમાચારો મુજબ સુશાંતે નવેમ્બરમાં તેની બહેન પાસે મદદ માગી હતી. ચંદીગઢ જવા માટે તેણે પોતાની ત્રણ બહેનો સાથે ટિકિટ પણ બુક કરાવી હતી. જોકે રિયાએ તેને બ્લેકમેલ કર્યો હતો અને રોકાઈ જવાનું કહ્યું હતું. ડિસેમ્બરમાં સુશાંતે નવા નંબરથી મદદ માટે અપીલ કરી હતી. એ વખતે તેણે કહ્યું હતું કે રિયા અને તેનો પરિવાર તેને મેન્ટલ હોસ્પટલમાં મોકલવાની પેરવી કરી રહ્યા છે. તે હોસ્પિટલ જવા માગતો નથી પરંતુ મુંબઈમાં બધું જ છોડીને હિમાચલમાં સેટ થઈ જવા માગે છે. ત્યાર બાદ સુશાંત જાતે જ કાર ડ્રાઇવ કરીને ચંદીગઢ પહોંચી ગયો પરંતુ ત્યાં સુધીમાં સિદ્ધાર્થ પિઠાણીએ આ વાત રિયાને કરી દીધી. આમ થતાં રિયાએ તેને પરત ફરી જવાનું કહીને બ્લેકમેલ કરતાં ત્રણથી ચાર દિવસમાં 25 કોલ કર્યા હતા.

Related posts

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari

ATSને મળી સફળતા, ગાંધીનગર પાસેથી રૂ 99.40 લાખની જૂની ચલણી નોટ સાથે એક શખ્સની કરી ધરપકડ

pratik shah

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!