GSTV

રિયા હવે નશીલા પદાર્થોના ગુનામાં જેલમાં પણ સીબીઆઈને સુશાંતની આત્મહત્યાના કોઈ પુરાવા ન મળ્યા

Last Updated on September 9, 2020 by Karan

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં આરોપી રિયા ચક્રવર્તીની ધરપકડ નરકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કરી છે. રિયાની ધરપકડ ડ્રગ્સના જોડાણને કારણે થઈ છે. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ મુંબઇ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. બિહાર સરકાર આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. પણ ખૂન કેસના કોઈ પુરાવા સીબીઆઈ પાસે ન હોવાથી રીયાની ધરપકડ કરી શકાઈ નથી. પણ તેને નશીલા પદાર્થોના ગુનામાં ફસાવી દેવાઈ છે. સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ અને ડ્રગ્સનું એંગલ પ્રકાશમાં આવ્યું છે. મામલો સુશાંતના મોતથી લઈને ડ્રગ્સ સુધી ગયો. રિયાના ભાઈ શોવિક અને સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ થવાની હતી. રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરી છે. કોર્ટ રિયાને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલશે. જામીન મળવા મુશ્કેલ છે.

સુશાંતની મૃત્યુના કેસમાં જો સીબીઆઈને રિયા વિરુદ્ધ કોઈ પુરાવા મળે છે. તો સીબીઆઈ રિયાની ધરપકડ માટે સંબંધિત કોર્ટમાં અરજી કરશે. તે કોર્ટમાં તે પુરાવા સંદર્ભ લેશે. જેના આધારે તેઓ તેની ધરપકડ કરવા માગે છે. ત્યારે તેનો રિમાન્ડ પણ કોર્ટ પાસે માંગવામાં આવશે. કોર્ટ તમામ તથ્યો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને પોતાનો ચુકાદો આપશે. તે રિયાને સીબીઆઈ રિમાન્ડ પર આપશે. આ પહેલા સીબીઆઈ ધરપકડની ઓપચારિકતા પૂર્ણ કરશે, કેમ કે તે પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. આ રીતે, સીબીઆઈ તેની ધરપકડ કરીને અથવા રિમાન્ડ પર લઇને પૂછપરછ કરી શકે છે.

Related posts

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

BIG NEWS: ઈન્કમ ટેક્સ વિભાગનો દાવો, સોનુ સુદ 20 કરોડથી વધારેની ટેક્સચોરીમાં શામેલ, 20 ઠેકાણા ફંફોળી નાખ્યા

Pravin Makwana

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!