GSTV

રિયા ચક્રવર્તીના દાવાએ મચાવી સનસની, જણાવ્યું સુશાંતને ક્યારથી હતી ડ્રગ્સની લત

સુશાંત

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યું છે. આ દરમિયાન સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ એંગલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. રિયાએ કહ્યું કે તેણે ક્યારેય ડ્રગનું સેવન કર્યું નથી અને તે તપાસ માટે તૈયાર છે.તાજેતરમાં નવેમ્બર 2019ની રિયા ચક્રવર્તી અને જયા સહા વચ્ચેની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

તે ચેટમાં ચા અથવા કોફીમાં સીબીડીના (એક પ્રકારનું ડ્રગ્સ) એક-એક ટીપાં નાખીને આપવાનું કહ્યું હતું. સુશાંતને રિયા ચા અથવા કોફી સાથે સીબીડી મિશ્રિત કરીને કેમ આપવા માગતી હતી? તેણે ગુરુવારે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ અંગે ખુલાસા કર્યા હતા.

રિયાનો દાવો- સુશાંત લેતો હતો ડ્રગ્સ

તેણે કહ્યુ હતું કે ‘હું સુશાંતને આપવા નહોતી માગતી. તેણે (સુશાંત) જયા પાસે પોતાના માટે એક થેરેપી માગી હતી. તેનું કો-ઓર્ડીનેશન મારા ફોન દ્વારા કરવામાં આવ્યું હતું. મેં તેને કશું આપ્યું ન હતું. તેણે જે કર્યું તે પોતાની જાતે કર્યું.

રિયાએ વધુમાં કહ્યું કે, ‘તે ખૂબ જ દુખી છે કે કોઈના નિધન થયા બાદ આ પ્રકારની તેની વાતો સામે લાવવી પડે છે તે કમનસીબ બાબત છે પણ મારી પાસે કોઈ વિકલ્પ નથી. હા, સુશાંત મૈરિજુઆના પીતો હતો. તે પણ મને મળ્યા પહેલાનો પીતો હતો. તેણે કેદારનાથની શૂટિંગ અથવા તે પહેલાંથી શરૂ કર્યું હતું. હું તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતી હતી. હું ફક્ત આ બાબતમાં તેને રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ તે એવા પ્રકારનો માણસ હતો કે જે તેને પસંદ આવતું હતું તે જરૂરથી કરતો જ હતો. હું તેને ડ્રગ્સ લેવા માટે ક્યારેય પણ પ્રોત્સાહિત કરતી ન હતી. મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.’

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!