GSTV
Home » News » બાગી 3માં વિલન તરીકે રિતેશની થઈ એન્ટ્રી, ટાઈગર શ્રોફના ભાઈની ભૂમિકામાં જોવા મળશે

બાગી 3માં વિલન તરીકે રિતેશની થઈ એન્ટ્રી, ટાઈગર શ્રોફના ભાઈની ભૂમિકામાં જોવા મળશે

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાગી 3માં હવે બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની એન્ટ્રી થઈ ગઈ છે. આજે જ તેના નામનો ઉલ્લેખ કર્યો છે. મેકર્સે જણાવ્યુ છે કે રિતેશ દેશમુખ ફિલ્મમાં ટાઈગર શ્રોફના ભાઈની ભૂમિકામાં હશે પરંતુ એ નથી જણાવવામાં આવ્યુ કે તેમને રોલ નેગેટિવ હશે કે પોજીટીવ.

સાજીદ નાડિયાડવાલાએ જણાવ્યું કે તે રિતેશની ફિલ્મનો હિસ્સો બનવાના કારણે ધણા રોમાંચિત છે. સાજિદે એક નિવેદનમાં જણાવ્યુ કે રિતેશ મારી હાઉસફુલ ફિલ્મોનો હિસ્સો રહ્યો છે અને હવે તે બાગી શ્રૃંખલાથી જોડાયેલા છે. હાઇસફુલ અને હે બેબી પછી તેમની સાથે આ મારી છઠી ફિલ્મ હશે.

તેણે જણાવ્યું કે અમારી વચ્ચે સંબંધો ખુબ જ સારા છે અને તેના માટે લય ભારી લખવી ખુબ જ સારૂ રહ્યું. રીતેશે હંમેશા પોતાની ભુમિકાઓ સારી રીતે નિભાવી છે અને અમે તેમની આ ફિલ્મથી જોડાવા બદલ ખુશ છે.

શ્રદ્ધા કપુર તેનાથી પહેલા ફિલ્મ વિલેનમાં રિતેશ સાથે કામ કરી ચુકી છે. તેમણે પણ રિતેશનુ ટ્વિટર દ્વારા સ્વાગત કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે બાગી ફ્રેંચાઈજીની પહેલી ફિલ્મ વર્ષ 2016મા રિલીજ થઈ હતી. બાગી-2 ગયા વર્ષે રિલીજ થઈ હતી. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો માંથી એક છે, એવામાં દરેક લોકોની નજર ત્રીજા ભાગ પર ટકેલી છે. સાજીદે બાગી 2 ના ટ્રેલર સાથે જ બાગી 3ની ઘોષણા કરી હતી જેમાં ટાઈગર જ લીડ રોલમાં હશે અને તેને અહમદ ખાન જ ડાયરેક્ટ કરશે છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

Riyaz Parmar

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!