GSTV

ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર અભિનેત્રીનું મુંબઈમાં નિધન, મલયાલમથી શરૂઅાત પણ ગુજરાતીમાં સફળ રહ્યાં

Last Updated on July 18, 2019 by Alap Ramani

ગુજરાતી ફિલ્મો સહિત હિંદી ફિલ્મોમાં કામ કરનારા રીટા ભાદૂરીનું નિધન થયું છે. રીટા ભાદૂરીએ આજે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાલ લીધા હતા. તેમની કિડની ફેલ થતાં છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં હતાં. એક્ટર શિશિર શર્માએ પોતાની ફેસબુક પોસ્ટ પર રીટા ભાદૂરીના નિધનની જાણ આપી છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં જન્મેલાં રીટા ભાદૂરી બંગાળી પરિવારમાં જન્મ્યાં હતાં. તેમણે પુણે સ્થિત ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભિનય અને ફિલ્મનિર્માણની તાલીમ મેળવી હતી. રીટા ભાદૂરીએ પોતાની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેમણે હિંદી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રીટાએ 100થી વધુ ગુજરાતી, 50 જેટલી હિન્દી, 2 ભોજપુરી-બંગાળી, મરાઠી ફિલ્મમાં કામ કર્યુ હતું.

  • ઉત્તરપ્રદેશના લખનઉમાં જન્મેલાં રીટા ભાદૂરી બંગાળી પરિવારમાં જન્મ્યાં હતાં
  • રીટા ભાદૂરીએ પોતાની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી
  • રીટા ભાદૂરીએ આજે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાલ લીધા

Related posts

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!