GSTV

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસીય પ્રવાસને લઈને ભારત આવ્યા છે. તેમણે તોતાનો પ્રવાસ અમદાવાદથી શરૂ કર્યો છે. ટ્રમ્પ સાથે અમેરિકાની પરમાણું ઉર્જા વિભાગની પ્રમુખ રીતા બરનવાલ પણ ભારત આવી છે. રસપ્રદ વાત એ છે કે, રીતા બરનાલનું પૈતૃક ગામ ભારતના ઉત્તર પ્રદેશમાં છે. તેનો જન્મ ત્યાં જ થયો છે.

પૈતૃક ગામમાં ખુશીની લહેર

રીતા અમેરિકામાં પરમાણું વિભાગની પ્રમુખ છે. રીતાના અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પ્રવાસના સમાચાર શાંભળીને તેના પૈતૃક ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રીતાનું પૈતૃક ગામ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનું બહાદુરપુર ગામ છે.

કૃષ્ણ બરનાલે આઈઆઈટી ખડગપુરથી ટોપ કર્યું

રીતાના પિતા કૃષ્ણ બરનાલ ચાર ભાઈ હતા, કૃષ્ણ બરનાલે આઈઆઈટી ખડગપુરથી ટોપ કર્યું છે અને 1968 માં તેઓ પીએચડી કરવા માટે અમેરિકા જતા રહ્યા હતા. પીએચડી કર્યા બાદ તેમણે ત્યાં જ પ્રોફેસરની નોકરી શરૂ કરી દીધી હતી. લગ્ન બાદ પત્ની પણ અમેરિકા લઈ ગયા હતા.

પરમાણું ઉર્જા વિભાગમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી

કૃષ્ણાચન્દ્રની ત્રણ દિકરીઓ હતી, રીતાએ મિશિગન વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કર્યું છે. રીતાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ અનુંસાર જૂન 2019માં પરમાણું ઉર્જા વિભાગમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ડેલિગશન સાથે ભારત આવી છે.

READ ALSO

Related posts

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel

આરોગ્ય સચિવ જંયતિ રવિનું મોટું નિવેદન, આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા

pratik shah

Corona સંકટ: બોલીવુડનો સૌથી મોટો વિલન આવ્યો મદદે,મેડિકલ સ્ટાફની માટે ખોલ્યા પોતાની આલિશાન હોટલના દરવાજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!