GSTV
Gujarat Government Advertisement

કેન્સર સામે જંગ લડ્યા બાદ ઋષિ કપૂરે જણાવ્યું કેટલી પીડાદાયક હતી સારવાર

બોલીવુડ એક્ટર ઋષિ કપૂર ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્ક મેડિકલ ટ્રીટમેન્ટ લેવા ગયાં હતા. ત્યારથી તેમની બિમારીને લઇને અનેક અટકળો લગાવવામાં આવી હતી. આ વચ્ચે એક્ટરની બિમારી પર ફિલ્મ મેકર રાહુલ રવૈલે ખુલાસો કર્યો હતો કે ઋષિ કપૂર કેન્સરપીડીત હતા પરંતુ હવે તેઓ કેન્સર ફ્રી છે. ગંભીર બિમારી સામે જંગ લડ્યા બાદ ઋષિ કપૂરે પહેલીવાર સ્વીકાર્યુ કે તેમને કેન્સર હતુ. એક ઇન્ટરવ્યુમાં તેમણે કેન્સર સામે પોતાની જંગનો અનુભવ શેર કર્યો છે.

ઋષિ કપૂરે જણાવ્યું કે, યુએસમાં મારા 8 મહિનાની ટ્રીટમેન્ટ 1મેથી શરૂ થઇ હતી. પરંતુ મારા પર ઇશ્વરની કૃપા હતી. હવે હું કેન્સર ફ્રી છું. ઋષિ ભલે કેન્સર ફ્રી થઇ ગયા હોય પરંતુ હજુ પણ તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેમને રિકવર થવામાં સમય લાગશે. રણધીર કપૂરે ભાઇ ઋષિ કપૂર આગામી મહિને સ્વદેશ પરત ફરશે તેની  જાણકારી આપી હતી.

ભારત પરત ફરવા માટે ઋષિ ઘણા ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે, મારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે જેમાં ઓછામાં ઓછા 2 મહિના લાગસે. બીમારીમાંથી મુક્ત થવું મોટી વાત છે અને આ મારા પરિવાર અને ફેન્સની પ્રાર્થના અને દુઆના કારણે શક્ય બન્યું છે. હું તેમનો આભાર માનું છુ.

ઋષિ કપૂર સૌથી વધુ આભારી પોતાની પત્ની નીતૂ કપૂરના છે જેણે આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો. તેમણે જણાવ્યું કે નીતૂ મારી સાથે પહાડની જેમ ઉભી રહી. નહી તો ખાવા-પીવામાં મારા જેવા વ્યક્તિને સંભાળવો મુશ્કેલ છે. મારા બાળકો રણબીર-રિદ્ધીમાએ મારી મુશ્કેલીઓને પોતાના ખભા પર લઇ લીધી. મારા જેવા વ્યક્તિમાં ધીરજની કમી છે. મને ધીરજ શીખવવાનો ભગવાનનો આ એક માર્ગ હતો. બીમારીમાંથી ઉભુ થવું એક ધીમી પ્રક્રિયા છે. જીવનની ભેટ મળવી ઘણી શાનદાર હોય છે.

જણાવી દઇએ કે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ મુલ્ક હતી. તેમાં તેઓ તાપસી પન્નૂ સાથે નજરે આવ્યાં હતા. ફેન્સ તેમની રૂપેરી પડદે વાપસીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!