GSTV

ન્યૂયૉર્કમાં સારવાર લઇ રહેલા ઋષિ કપૂરે શેર કર્યો Video, જોઇને ઓળખી પણ નહી શકો

બોલીવુડ એક્ટર ઋષિ કપૂર હાલ ન્યુયોર્કમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યાં છે. આ વચ્ચે ઋષિ કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ન્યૂયોર્કની સડકો પર લટાર મારતાં જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો અનુપમ ખેરે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher) on

અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતાં લખ્યું કે,’ઋષિ કપૂર, મેનહેટ્ટનની ગલીઓમાં તમારી સાથે ફરવુ અને તમારી સાથે કેટલોક સમય પસાર કરવાનો આ અનુભવ ખૂબ જ ખાસ રહ્યો. તમને મળીને આનંદ થયો.’

ઋષિ કપૂરની બીમારી પર ભાઇ રણધીરે આપ્યું આ નિવેદન

રણધીર કપૂર (ડબ્બુ)એ કહ્યું હતું કે મારા નાનાભાઇ રિશિ કપૂરને કેન્સર થયું છે એવું કોણે કહ્યું ? ‘ક્યાંથી લોકો આવી વાતો ઉપાડી લાવે છે ? મિડિયાના કેટલાક અંશોમાં આવો ગપગોળો વહેતો થયો હોવાનું  મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું. એ વાત સાચી કે અમારી માતાના અંતિમ સંસ્કારમાં રિશિ હાજર રહી શક્યો નહોતો. પરંતુ એનેા અર્થ એવો પણ નથી ને કે એને કેન્સર થયું છે ?

આ રિપોર્ટ સાવ ખોટ્ટા અને ગોસિપથી વધુ કશું નથી’ એવી સ્પષ્ટતા રણધીર કપૂરે કરી હતી.  તેમણે કહ્યું કે ખુદ રિશિને જાણ નથી કે એણે કઇ બીમારીની સારવાર લેવાની છે. અમને પોતાને પણ એની બીમારી કયા પ્રકારની છે એની ખબર નથી. પણ આ પ્રકારના કાલ્પનિક અને ખોટ્ટા અહેવાલો પ્રગટ કરવાનો શો મતલબ છે ?

એકવાર એના પર તબીબી ટેસ્ટ થઇ જવા દો. જે નિદાન આવશે એ અમે પોત્તે મિડિયાને જણાવીશું. મિડિયા આવી અતિશયોક્તિ ભરેલી વાતો કરે એ સહન શી રીતે થઇ શકે ? આ પ્રકારના મિડિયા રિપોર્ટ યોગ્ય નથી.   ગયા શનિવારે રિશિએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે હું કેટલાક મેડિકલ ટેસ્ટ માટે અમેરિકા જઇ રહ્યો છું. પરંતુ ખાસ ચિંતા કરવા જેવું નથી. તમારા સૌના પ્રેમ અને દુઆઓથી હું જલદી પાછો આવીશ. રિશિના પ્રવક્તાએ પણ મિડિયાને કહ્યું હતું કે એ કેટલાક ટેસ્ટ માટે અમેરિકા ગયા છે. હાલ ચિંતા કરવા જેવું કશું નથી.

ઉલ્લેનીય છે કે હાલ નીતૂ કપૂર અને રણબીર કપૂર પણ ઋષિ કપૂર સાથે ન્યૂયોર્કમાં છે. આશા રાખવામાં આવી રહી છે કે ઋષિ કપૂર ટૂંક સમયમાં સ્વસ્થ થઇને મુંબઇ પરત આવશે.

Related posts

પ્લાસ્ટિકની બોટલમાં દૂધ આપવું હાનિકારક, આ રિપોર્ટ વાંચી લેજો કોઈ દિવસ નહીં આપો દૂધ

Ankita Trada

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

pratik shah

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!