GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ઋષિ કપુરે 4 સપ્ટેમ્બર 1952માં રાજ કપૂરનાં ઘરે લીધો હતો જન્મ,18 વર્ષની ઉંમરે જ શરૂ કરી હતી ફિલ્મી કારકિર્દી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરનું 67 વર્ષની વયે અવસાન થયું. તે લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હતા. તેમને મુંબઈની એનએચ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઋષિ રાજ કપૂર હતુ નામ

ઋષિ કપૂરનો જન્મ પંજાબના હિન્દુ પરિવારમાં મુંબઈના ચેમ્બુરમાં ઋષિ રાજ કપૂર તરીકે થયો હતો. તે અભિનેતા-ફિલ્મ નિર્દેશક રાજ કપૂરના બીજા પુત્ર અને અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ તેમના ભાઈઓ સાથે કેમ્પિયન સ્કૂલ, મુંબઈ અને મેયો કોલેજ, અજમેરમાં કર્યું હતું. તેમના ભાઈઓ રણધીર કપૂર અને રાજીવ કપૂર, મામા, પ્રેમ નાથ અને રાજેન્દ્ર નાથ, અને કાકા, શશી કપૂર અને શમ્મી કપૂર બધા એક્ટર છે. તેમની બે બહેનો, વીમા એજન્ટ રીતુ નંદા અને રીમા જૈન છે.

‘મેરા નામ જોકર’ હતી પહેલી ફિલ્મ

ઋષિ કપૂર સ્વર્ગસ્થ રાજ કપૂરના પુત્ર અને પૃથ્વીરાજ કપૂરના પૌત્ર છે. તેમણે પરંપરાને અનુસરીને અને તેમના દાદા અને પિતાના પગલે ચાલીને ફિલ્મોમાં અભિનય કરવાનું પસંદ કર્યુ હતુ. અને તેઓ એક સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યા હતા. મેરા નામ જોકર આ તેમની પહેલી ફિલ્મ હતી જેમાં તેમણે તેમના પિતાનાં બાળપણનું પાત્ર ભજવ્યું હતું. જે કિશોરવયના તબક્કે તેના શિક્ષકને પ્રેમ કરવાનું શરૂ કરે છે. પરંતુ તે બોબી ફિલ્મમાં એક અભિનેતા તરીકે દેખાયા હતા. ઋષિ કપૂર અને નીતુ સિંહે 22 જાન્યુઆરી 1980ના રોજ લગ્ન કર્યાં હતાં. તેમના બે બાળકો છે, એક અભિનેતા રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર ડ્રેસ ડિઝાઇનર છે. કરિશ્મા કપૂર અને કરીના કપૂર તેમની ભત્રીજી છે.

READ ALSO

Related posts

જાપાનમાં ભારે વરસાદથી તારાજી, ભયાનક પૂરને કરે 15 લોકોના મોત એક કરોડથી વધુ લોકોનું સ્થળાંતર

pratik shah

રાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી

pratik shah

ચોમાસાની ઋતુમાં ગળામાં ખરાશ કે શરદીની છે ફરીયાદ? આ Home Remedies આપશે પળવારમાં રાહત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!