GSTV

ઋષિ કપૂરની પ્રાર્થના સભામાં ફક્ત પરિવારજનો હાજર: નીતૂ અને રણબીરની આ તસવીર થઇ વાયરલ

ઋષિ

જાણીતા અભિનેતા રિશીના નિધન બાદ પત્ની નીતુ કપૂર અને પુત્રે રણબીરે ઘરમાં જ પ્રેયર મીટ હોસ્ટ કરી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ ફોટોમાં રિશીની ફોટો ફ્રેમની એક બાજુ નીતુ અને બીજી બાજુ રણબીર બેઠેલો છે. રણબીરે પંજાબી રિવાજ અનુસાર માથે પાઘડી બાંધી છે.તેમજ રિશીની તસવીર પર ફૂલહાર ચડેલા જોવા મળે છે.

પ્રેયર મીટનુંઆ પિકચર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૩૦ એપ્રિલના રોજ સવારે રિશીનું નિધન થઇ ગયું હતું અને તેને મુંબઇની ચંદનવાડી શ્મશાનઘાટમાં દાહ દેવામાં આવ્યો હતો.

લોકડાઉનના કારણે રિશીની પુત્રી રિદ્ધિમાં ૨ મેના રાત્રે મુંબઇ પહોંચી છે. તેને દિલ્હીથી મુંબઇ રોડ માર્ગે આવતા પૂરા ૨૩ કલાક લાગ્યા છે. રિદ્ધિ સાથે તેની પુત્રી પમ આવી પહોંચી છે.

ઋષિ કપૂરના અસ્થિ વિસર્જન

પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરના નિધનને કારણે ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. તેમની પત્ની નીતુ કપૂર, પુત્ર રણબીર કપૂર, પુત્રી રિદ્ધિમા માટે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમનો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમનું નિધન 30મી એપ્રીલનાં રોજ મુંબઈમાં થયું હતું. ઉલ્લેખનિય છે કે ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. 29 એપ્રિલના રોજ તેમની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર આવ્યા હતા, નીતુ કપૂર તેમના પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂરને રવિવારે જુદી જુદી પૂજા અને ધાર્મિક વિધિઓ અને કર્મકાંડ કરતા બાંગાંગા ઘાટ પર જોવા મળ્યાં. પુત્રી રિદ્ધિમા કપૂર મુંબઇ પહોંચતાં જ ઋષિ કપૂરના ક્રિયા-કર્મથી સંબંધિત પૂજા કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારે અહીં ઋષિનાં અસ્થિઓનું વિસર્જન કર્યું છે. એટલું જ નહીં, રવિવારે જ ઋષિ કપૂરની પ્રાર્થના સભા યોજાઇ હતી.

ઋષિ કપૂરના નિધનને કારણે ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો

બાદમાં એક વીડિયો બહાર આવ્યો, જેમાં નીતુ, રણબીર અને રિદ્ધિમાને એક ઘાટ કિનારે પૂજા કરતા જોવા મળ્યા. ત્યાં તેઓ ત્રણેય પંડિતો ઘેરાયેલા હતા. ત્રણેય મોં પર માસ્ક લગાવીને પૂજા કરી રહ્યા હતા.ઋષિ કપૂરની પ્રાર્થના સભાની આ તસવીર પર સોશ્યલ મીડિયા યુઝર્સ તેમને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. આ સાથે જ લોકો ઋષિ કપૂરના પરિવારને ભગવાન હિંમત આપે તેવી કામના પણ કરી રહ્યા છે.

નીતુ, રણબીર અને રિદ્ધિમાએ ઘાટ કિનારે પૂજા કરી

જ્યારે બાંગાંગા ઘાટ પરથી આવેલા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે રણબીરના મિત્રો અયાન મુખર્જી અને આલિયા ભટ્ટ અહીં પહોંચ્યા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. 29 એપ્રિલના રોજ તેમની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર આવ્યા હતા. તેનાં બીજા દિવસે 30 એપ્રિલે ઋષિ કપૂરના નિધનના સમાચારથી બધાને આંચકો લાગ્યો હતો. તેમના મૃત્યુ પછી તેમની પુત્રી દિલ્હીમાં અટવાઇ હતી. લોકડાઉનનાં કારણે તે પહોંચી શકી ન હતી. બે દિવસ પછી જ્યારે તે દિલ્હીથી મુંબઈ પહોંચી, ત્યારે પૂજા-અર્ચના કરવામાં આવી.

Read Also

Related posts

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah

અકસ્માતોનું સરવૈયું : રાજ્યમાં દરરોજ 18 અકસ્માત અને થાય છે 22 જેટલા લોકોનાં મોત, 2019માં આટલા લોકોનાં થયાં છે મોત

Bansari

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!