GSTV
Bollywood Trending

પ્રેગ્નન્ટ સિંગરની આવી મજાક કરીને ફરીથી ટ્રોલ થયા ઋષિ કપૂર

પોતાના સેન્સ ઑફ હ્યૂમર માટે જાણીતા  ઋષિ કપૂર ફરીથી એક વાર મીડિયામાં ટ્રોલ થયા છે.  જેની ચર્ચા હાલમાં બોલિવૂડમાં ખૂબ થઈ રહી છે.  ઋષિ કપૂરે  સોશ્યિલ મીડિયામાં સિંગર બિયોન્સેની એક તસવીર  શેર કરી હતી અને તેનો મજાક ઉડાવ્યો હતો.

ઋષિ કપૂરે પ્રેગ્નન્ટ બિયોન્સેનો ફોટો શેર કરીને ટ્વિટર પર લખ્યું હતું કે  ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન,આ તસવીર બિયોન્સેના પ્રેગ્નન્સી ફોટોશૂટની હતી. આ ટ્વિટ કેટલાક લોકોને ફની લાગ્યું હતું તો કેટલાક લોકોને   આ ટ્વિટ બહુ ખરાબ લાગી હતી.

 

બિયોન્સેની તસવીરની બાજુમાં ઋષિ કપૂરે એક ફૂલદાનીનો પણ ફોટો મૂક્. હતો જેનો કલર બિયોન્સેએ પહેરેલા ગાઉન જેવો જ હતો.  આથી કેટલાક લોકોએ લખ્યું કે આ ફની વાત નથી.

અને આ મુદ્દે એક આરજે સુચિત્રાએ જ્યારે ઋષિ કપૂરને લખ્યું આ ફની નથી તો ઋષિનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેણે આરજેને બ્લોક કરવા સુધીનો નિર્ણય લઈ લીધો.

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV