GSTV
Gujarat Government Advertisement

ઋષિ કપૂરના નિધનથી દુખી પાકિસ્તાન, સોશિયલ મીડિયા પર સ્ટાર્સે વ્યક્ત કર્યુ દુઃખ

ઋષિ કપૂર

Last Updated on April 30, 2020 by Arohi

કપૂર ખાનદાનના નાના દિકરા ઋષિ કપૂરે આજે 67 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. ઋષિ પોતાના છેલ્લા સમયમાં પણ હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સને હસાવતા રહ્યા. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હંમેશા તેમની કમી મહેસુસ થશે. ઋષિ ફક્ત ભારત જ નહીં પરંતુ પાડોસી દેશ પાકિસ્તાનના પણ ફેવરેટ હતા.

માવરા હોકેન સાથે ઋષિ કપૂરની હતી સારી મિત્રતા

જ્યાં બોલિવુડના સેલેબ્સ અને ભારતના ફેન્સ ઋષિ કપૂરના નિધન પર દુખ જતાવી રહ્યા છે ત્યાં જ હવે પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેને પણ પ્રતિક્રિયા આપી છે. માવરાએ ઈન્સ્ટાગ્રામ પર ઋષિ અને નીતૂ કપૂર સાથેની તસ્વીર શેર કરતા લખ્યું, ‘લોકો ક્યારેય નહીં ભુલે કે તમે તેમને કેવું મહેસુસ કરાવ્યુ…’ હું જેટલી વખત તમને મળી મેં તમારો મજાકીયા અંદાજ, ઉર્દુ ભાષા તરફ તમારો લગાવ આદરને અને ભોજન લેતી વખતે બન્ને દેશો વિશેના વિચાર વિમર્શને યાદ રાખ્યું. ભગવાન તમને શાંતિ આપે ઋષિ કપૂર. તમે હંમેશા લેજન્ડ રહેશો જે તમે છોજ. હું તમને હંમેશા પ્રેમની સાથે યાદ રાખીશ.’

શાહવીર જાફરીએ ઈરફાન ખાન અને ઋષિ કપૂરની તસ્વીર કરી શેર

ત્યાં જ પાકિસ્તાની યુટ્યુબ આર્ટિસ્ટ શાહવીર જાફરીએ ઈરફાન ખાન અને ઋષિ કપૂર બન્નેની તસ્વીર શેર કરતા લખ્યું, ‘વિશ્વાસ નથી થઈ રહ્યો હું ઉલઝનમાં છું. એક જ વર્ષમાં આટલું બધુ ખરાબ કઈ રીતે થઈ શકે છે. હમણાં જ તો આ વર્ષની શરૂઆત થઈ હતી. ભગવાન તમને બધાને શાંતિ આપે.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!