GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

‘દારૂની દુકાનો ખોલી દો, લોકડાઉનમાં દૂર થઇ જશે સ્ટ્રેસ’ સરકારને વિચિત્ર અપીલ કરીને ભરાયો આ દિગ્ગજ અભિનેતા

corona

Corona વાયરસે દુનિયાભરમાં કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એટલી વણસી રહી છે કે હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને સિલસિલો હજુ પણ યથાવત જ છે. ભારતમાં પણ ઝડપથી આંકડા બદલાઇ રહ્યાં છે. 21 દિવસના લૉક઼ડાઉને લોકોને ઘરે રહેવા મજબૂર કરી દીધાં છે. આ લૉકડાઉનમાં ડિપ્રેશનથી બચવા માટે એક્ટર ઋષિ કપૂરે એક અનોખો આઇડિયા આપ્યો છે.

લૉકડાઉન વચ્ચે ખોલો દારૂની દુકાનો

ઋષિ કપૂર અનુસાર આ સમયે રાજ્ય સરકારોએ દારૂની તમામ દુકાનો ખોલી નાંખવી જોઇએ. તેમણે ટ્વીટ કર્યુ કે, સરકારે સાંજના સમયે તમામ દારૂની દુકાનો ખોલી નાંખવી જોઇએ. મને ખોટો ન સંમજો. પરંતુ માણસ ઘરે બેસીને ડિપ્રેશનમાં જીવવા મજબૂર છે. ડોક્ટર-પોલીસકર્મીઓને પણ તણાવમાંથી મુક્તિ જોઇએ છે. આમ પણ બ્લેકમાં તો વેચાય જ છે.

લોકોએ ઋષિ કપૂરની કાઢી ઝાટકણી

ઋષિ કપૂરે સરકારને અપીલ કરી છે કે તે આ સમયે દારૂની દુકાનો લીગલાઇઝ કરી દે. તેમના અનુસાર રાજ્ય સરકારને આમ પણ એક્સાઇઝથી મળી રહેલા રૂપિયાની ખૂબ જરૂરિયાત છે. હવે ઋષિ કપૂરની આ અપીલની સરકાર પર કોઇ અસર થાય છે કે કેમ તે તો સમય જ જણાવશે પરંતુ કેટલાંક લોકોએ ઋષિ કપૂરને ઘરેવાના પ્રયાસ કર્યા. એક યુઝરે લખ્યું, પરેશાન મન સાથે દારૂ પીવો વધુ ખતરનાક થઇ જશે. સાથે જ કેટલાંક લોકોનું માનવુ છે કે આમ કરવાથી પેનિક ફેલાશે અને દુકાનોની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઇ જશે.

આમ તો ઋષિ કપૂર કોરોના વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમણે પોતાના ટ્વીટ દ્વારા ચીન પર નિશાન સાધ્યું છે. તેમના અનુસાર જે દેશના કારણે આખી દુનિયા પરેશાન થઇ ગઇ છે. તેણે જવાબદાર બનવુ જોઇએ.

Read Also

Related posts

એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના આજથી શરૂ : 67 કરોડ લોકોને થશે ફાયદો, આ છે નિયમો

Dilip Patel

10 વર્ષની બાળકીને સોન્ગ ગાતી સાંભળી ખુદ રહેમાન રહી ગયા દંગ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

Ankita Trada

હાર્દિક પંડ્યાએ ચુપચાપ કરી લીધા લગ્ન! પ્રેગ્નેન્ટ છે નતાશા સ્ટેનકોવિક, જાણો હકીકત શું છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!