GSTV
Home » News » હવે ઋષિ કપૂરને મળવા પહોંચ્યુ બચ્ચન ફેમિલી, સાથે આ એક્ટર પણ પહોંચી ગઈ મળવા

હવે ઋષિ કપૂરને મળવા પહોંચ્યુ બચ્ચન ફેમિલી, સાથે આ એક્ટર પણ પહોંચી ગઈ મળવા

અભિનેતા ઋષિ કપૂર હાલનાં દિવસોમાં અમેરિકામાં કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. ઋષિ કપૂરના મુશ્કેલ દિવસોમાં તેમને મળવા માટે બોલીવુડનાં ઘણા બધા સ્ટાર્સ પહોંચ્યા હતા.  છેલ્લાં દિવસોમાં પાકિસ્તાની એક્ટ્રેસ મારવરા હુકેન પણ પહોંચી હતી. ત્યારે હાલમાં જ ઋષિ કપૂરના હાલ-ચાલ પુછવા માટે બચ્ચન ફેમિલી તરફથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ પહોંચ્યા હતા.

બંનેએ ઋષિ કપૂરના સ્વાસ્થ્ય વિશે પુછ્યુ હતુ અને ઘણી બધી વાતો પણ કરી હતી. આ દરમ્યાન આખી કપૂર ફેમિલી પણ હાજર રહી હતી. બંને પરિવારોના શાનદાર ફોટા રણબીર કપૂરનાં એક ફેન ક્લબે શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયામાં છવાયેલાં છે. આ ફોટામાં ઐશ્વર્યા અને અભિષેક સાથે પુત્રી આરાધ્યા દેખાઈ રહી છે.

આ ફોટાની વિશેષતા એ છેકે, આખી કપૂર ફેમિલી સાથે દેખાઈ રહી છે.  એટલે સુધીકે આલિયા ભટ્ટ પણ રણબીર કપૂર સાથે દેખાઈ રહી છે. અહેવાલો મુજબ આલિયા અને રણબીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અને બંને પરિવારો વચ્ચે લગ્નને લઈને વાતચીત પણ ચાલી રહી છે.

રણબીરની બહેન રિદ્ધિમાકપૂર પણ પપ્પા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી. અહેવાલો મુજબ, ઋષિ કપૂર આ વર્ષનાં ઓગષ્ટ મહિનામાં ભારત પાછા ફરી શકે છે. તેઓ ભારત પાછા આવવા માટે ઉતાવળા છે. આ વાત તેમણે સોશિયલ મીડિયામાં ઘણીવાર કહી છે. તો હવે ઋષિ કપૂરની સાથે સાથે તેમના ફેન્સ પણ તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે.

READ ALSO

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!