GSTV

અધૂરી રહી ગઇ ઋષિ કપૂરની અંતિમ ઇચ્છા, દિકરા રણબીર માટે જોયુ હતું આ સપનું

ઋષિ

બોલીવુડ એક્ટર ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યાં, પરંતુ તેમની વિદાય સાથે તેમની કેટલીક ઇચ્છાઓ પણ અધૂરી રહી ગઇ. ઋષિ કપૂરે આશરે બે વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં પોતાની આ ઇચ્છાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન ઋષિ કપૂરે પોતાની એવી બે ઇચ્છાઓ વિશે જણાવ્યું હતું જે તેઓ પોતાના જીવંત રહેતા પૂરી થતાં જોવા માગતા હતાં. પરંતુ તેમની અચાનક આ રીતે થયેલી વિદાયથી ઋષિ કપૂરની તે બંને ઇચ્છાઓ અધૂરી રહી ગઇ.

પ્રથમ ઇચ્છા

ઋષિ કપૂરની પ્રથમ ઇચ્છા હતી કે તે પોતાના પરિવાર સાથે પોતાની ખાનદાની હવેલી જોવા માગતા હતા. ઋષિ કપૂરે કહ્યું હતું કે બંને દેશોએ પોતાની દુશ્મની ભૂલી જવી જોઇએ અને એક થઇ જવું જોઇએ. આ ઉપરાંત ઋષિ કપૂરે તેમ પણ કહ્યું કે તેમને હંમેશા તે વાતની નવાઇ લાગતી હતી કે તેમના દાદા અને પરદાદા ખૂબ જ સામાન્ય વ્યક્તિ હતાં. પરંતુ તેમણે હવેલી કેવી રીતે બનાવી. આ વાત પર તેમને નવાઇ લાગતી હતી. સાથે જ તેઓ ઇચ્છતાં હતાં કે તેમનો દિકરો રણબીર તેના બાળકો સાથે તેમની ખાનદાની હવેલીએ જાય જેની સાથે તેમના મૂળ જોડાયેલા છે. ઋષિ કપૂર, હું ઇચ્છુ છુ કે ક્યારેક રણબીર કપૂર પોતાના બાળકો સાથે ત્યાં ગયાં. તે પણ જાણે કે અમારા મૂળ ક્યાં છે.

બીજી ઇચ્છા

ત્યાંથી ઋષિ કપૂરની બીજી અધૂરી ઇચ્છાની વાત કરીએ તો તેના દિકરા રણબીર કપૂર સાથે જોડાયેલી હતી. ઋષિ કપૂર અને રણબીર કપૂરની રિલેશનશિપ ખૂબ જ અલગ હતી. તેઓ ઝગડતાં પણ ખરાં અને દરેક મુશ્કેલમાં સાથે ઉભા જોવા મળતા હતાં. ઋષિ કપૂર પોતાની મોત પહેલાં પોતાના દિકરાના લગ્ન કરાવા માગતા હતાં. ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું પણ ઇચ્છુ છુ કે રણબીર કપૂર હવે ઘર વસાવી લે. હું પણ ઇચ્છુ છે કે તેના બાળકો થાય અને તે પોતાનુ ઘર વસાવી લે.

Read Also

Related posts

કિયા મોટર્સની તમારી પાસે કાર છે તો આ તમારા માટે છે સમાચાર, ચેક કરી લેજો તમને તો આ સમસ્યા નથી થઈ રહી

Karan

સની લિયોની અને કરિશ્મા તન્નાએ આ વેબ સિરીઝમાં ચલાવ્યો હૉટનેસનો જાદુ, ટ્રેલરમાં જોતા રહી જશો સેક્સી અવતાર

Bansari

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!