GSTV

અલવિદા ઋષિ કપૂર: મુંબઇના ચંદનવાડી સ્મશાન ઘાટ ખાતે થશે અંતિમ સંસ્કાર

એક્ટર ઋષિ કપૂરે ગુરુવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. બુધવારે ઋષિ કપૂરની તબિયત લથડી ગઇ હતી, જે બાદ તેને મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ઋષિ કપૂર 67 વર્ષના હતાં. ઋષિ કપૂરના ભાઇ રણધીર કપૂરે આ ખબરની પુષ્ટિ કરી. રણધીર કપૂરે જણાવ્યું કે ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઇના મરીન લાઇન સ્થિત ચંદનવાડી સ્મશાન ઘાટ ખાતે થશે.

ઋષિના નિધનથી ભાંગી પડ્યાં અમિતાભ

મહાન અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન અંગે માહિતી આપી છે.અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ગયા. ઋષિ કપૂર ગયા. તેમનું નિધન થઈ ગયુ. હું તૂટી ગયો છું. રણધીર કપૂરે કપૂર પરિવાર તરફથી ઋષિના નિધન અંગે સમાચારોની પુષ્ટિ કરી છે. ઋષિ કપૂરને બુધવારે તેના પરિવાર દ્વારા એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના ભાઈ રણધીરે કહ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો

29 એપ્રિલે હિન્દી સિનેમાએ અભિનેતા ઇરફાન ખાનને ગુમાવ્યો. હવે, 30 એપ્રિલના રોજ, ઇરફાનના મૃત્યુના 1 દિવસ પછી, ઋષિ કપૂરે વિદાય લીધી. બેક ટુ બેક બે દિગ્ગજ કલાકારોને ગમાવવા એ ફિલ્મ ઉદ્યોગ માટે મોટો આંચકો છે. ઋષિ કપૂરના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતાના મોત પર સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. ઋષિ કપૂરે હિન્દી સિનેમામાં મોટો ફાળો આપ્યો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઋષિ

જણાવી દઇએ કે ઋષિ કપૂર પાછલાં વર્ષએ સપ્ટેમ્બરમાં જ ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ કેન્સરની સારવાર કરાવ્યા બાદ ભારત પરત ફર્યા હતા. અભિનેતાને 2018માં કેન્સરની જાણ થઇ હતી, જે બાદ તેઓ સારવાર માટે ન્યૂયોર્ક ગયાં હતાં. ત્યાં આશરે એક વર્ષ તેમની સારવાર ચાલી હતી. આ મુશ્કેલીના સમયમાં ઋષિ કપૂરની પત્ની નીતૂ સિંહ દરેક સમયે તેની સાથે હતી. નીતૂ ઉપરાંત દિકરો રણબીર પણ ઘણાં દિવસો સુધી તેની સાથે હતો.

70ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનાર ઋષિ કપૂરે સેંકડો ફિલ્મોમાં એક્ટિંગ કરી. રોમેન્ટિકથી લઇને ગંભીર કિરદારોમાં તેમણે ફિલ્મોમાં પોતાની અલગ છાપ છોડી. કોમેડીથી લઇને નેગેટિવ રોલમાં ઋષિ કપૂરે તહેલકો મચાવી દીધો હતો. નવા અને જૂના દોરના અભિનેતાઓ સાથે તેમણે અનેક ફિલ્મો કરી છે.

વર્ક ફ્રન્ટ પર, ઋષિએ 1973 માં આવેલી ફિલ્મ બોબીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે હિન્દી સિનેમાને એકથી એક હટકે ફિલ્મો આપી. ઋષિની એક્ટિંગ ખૂબ પસંદ કરવામાં આવી છે. ઋષિએ દરેક પાત્રને સરળતાથી નિભાવ્યા અને તેને પોતાનાં બનાવી લીધાં. તમને જણાવી દઈએ કે બોબી પહેલા, ઋષિ કપૂર 1970 માં રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં બાળ કલાકારની ભૂમિકામાં નજર આવ્યા હતા.

Read Also

Related posts

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

Pravin Makwana

બિહારમાં મતદાન પહેલા ભાજપે 2 વર્તમાન ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

Nilesh Jethva

પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!