GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

રિશી કપૂર અને ઇરફાન સામે વાંધાજનક કોમેન્ટ કરી ફસાયો આ એક્ટર, FIR થઈ દાખલ

FIR

બોલિવૂડે ગયા મહિને સળંગ બે દિવસમાં બે દિગ્ગજ કલાકાર રિશી કપૂર અને ઇરફાન ખાન ગુમાવ્યા હતા. 29મી એપ્રિલે ઇરફાન અને 30મીએ રિશી કપૂરનું નિધન થયું હતું. હવે પ્રોડ્યુસર કમાલ આર. ખાને આ બંને અંગે વાંધાજનક કોમેન્ટ કરીને સામે ચાલીને વિવાદ વહોરી લીધો છે. તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મુંબઈના  બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કમાલ ખાન સામે એફઆઇઆર (FIR) દાખલ થઈ છે. યુવા સેનાની કોર સમિતિના સદસ્ય રાહુલ કનલે આ ફરિયાદ કરી છે.

રિશી કપૂર માટે કહી હતી આ વાત

ઇરફાનના મોત બાદ રિશી કપૂરને હોસ્પિટલમાં ભરતી કરાયા ત્યારે કમાલ ખાને ટ્વિટ કર્યું હતું કે સર, જલદી સાજા થઈને પાછા આવી જજો. જતા રહેતા નહીં કેમ કે શરાબની દુકાનો બે ત્રણ દિવસમાં જ ખૂલનારી છે. આ ટ્વિટની સોશિયલ મીડિયા પર ભારે ટીકા કરવામાં આવી હતી. કમાલ ખાનનો વિરોધ પણ થયો હતો.

FIR

ઈરફાન ખાન માટે કહી હતી આ વાત

આ અગાઉ કમાલ ખાને સદગત અભિનેતા ઇરફાન અંગે પણ અપમાનજમક કોમેન્ટ કરી હતી. ઇરફાનની માતા સઇદા ખાનના નિધન બાદ કમાલ ખાને આવી કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે ઇરફાન ખાનને તેની માતાની બદ-દુઆ લાગી છે એટલે જ તે કેન્સરથી પીડાય છે અને તેની માતા ચાલી ગઈ.  જોકે તેણે પાછળથી આ ટ્વિટ ડીલીટ કરી નાખી હતી.

અગાઉ ઘણી વાર કમાલ ખાન વિવાદમાં સપડાયા છે. તેમની સામે આવી ટ્વિટ કરવા બદલ તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી પણ માગણી થઈ હતી.

Read Also

Related posts

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો

Nilesh Jethva

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી: છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel

હાથણીનું મોત : અમે બધાને આશ્વત કરી છીએ કે લોકોની ચિંતા વ્યર્થ નહીં જાય, સીએમની થઈ એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!