GSTV
Home » News » ફેમિલી સાથે ડિનર લેતા જોવા મળ્યા ઋષિ કપૂર, વીડિયોમાં તે દેખાયા એકદમ ફિટ

ફેમિલી સાથે ડિનર લેતા જોવા મળ્યા ઋષિ કપૂર, વીડિયોમાં તે દેખાયા એકદમ ફિટ

ઋષિ કપૂરે પોતાના ટ્વીટર પર પત્ની, દીકરી સાથેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે તેમની તબિયત હવે સારી છે. બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અત્યારે ન્યૂયોર્કમાં કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

હકીકતમાં ગયા વર્ષે ઋષિ કપૂરને તેની આ બીમારીની જાણ થઈ હતી અને ત્યારબાદ પત્ની સાથે તેની ઈલાજ માટે ન્યૂયોર્ક ગયો હતો. તેણે ડિસેમ્બર 2018માં ટ્વીટ કરીને પોતાના ફેન્સને જાણ કરી હતી. જોકે ત્યારે તેણે બીમારીની જાણ કરી નહોતી, ઋષિએ તાજેતરમાં જ પોતાને કેન્સરની બીમારી છે તે વાતનો ખુલાસો કર્યો છે.

ઋષિ કપૂરના ડિનર કરતાં કેટલાક ફોટા તેમજ વીડિયો શેર કર્યા છે. તેમાં ઋષિ ઉપરાંત નીતુ, તેની પુત્રી રિદ્ધિમા કપૂર પણ છે. ઋષિએ પણ આ વિડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ઋષિના ફ્રેન્ડ અને ફિલ્મ નિર્માતા રાહુલ રવેલે એપ્રિલમાં જ જણાવ્યું હતું કે ઋષિ હવે કેન્સરથી મુક્ત થઈ ગયો છે.

થોડા દિવસ પહેલા ઋષિએ ઘરે પાછા આવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. તબિયતમાં સુધારો આવ્યા છતાં પણ તેને ઘરે આવતા સમય લાગશે, કારણ કે કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન કેટલીક અન્ય પ્રોસીજરો પણ કરવી જરૂરી હોય છે. ઋષિએ જણાવ્યું કે તેમનો બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ થશે, જેમાં બે મહિના જેટલો સમય પણ લાગી શકે છે. તે ઘરે પાછા આવવા માટે બહુ ઉત્સાહી છે.

Read Also

Related posts

હિતેશ ભાઈએ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરિશ્રમના બળે સુગંધીદાર ફુલોનું ઉત્પાદન કેવી રીતે કર્યું

Mayur

કૃષિ વિશ્વ : સજીવ ખેતી કરશો તો ખુલી જશે સફળતાના દ્રાર

Mayur

રમેશભાઈએ ધરૂ ઉછેરમાં કેવી રીતે સફળતા મેળવી ? જાણીને તમને પણ મળશે પ્રેરણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!