GSTV

કપૂર પરિવારમાં સૌથી લાડલા હતાં ઋષિ કપૂર, પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં બનાવી અલગ ઓળખ

ઋષિ

દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઇની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે નિધન થયું છે. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરની સારવાર કરાવી રહ્યાં હતા. 67 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં અને દુનિયાને અલવિદા કહી દીધું. ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952ના રોજ થયો હતો. ઋષિ કપૂર એક ભારતીય ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતાં.

ઋષિ કપૂરનો જન્મ પંજાબના હિન્દુ પરિવારમાં ઋષિ રાજ કપૂર તરીકે મુંબઇના ચેમ્બૂર ખાતે થયો હતો. તેઓ ફિલ્મ અભિનેતા-નિર્દેશક રાજ કપૂરના દિકરા અને પૃથ્વી રાજ કપૂરના પૌત્ર હતાં. તેમણે કેંપિયન સ્કૂલ, મુંબઇ અને મેયો કોલેજ, અજમેરમાં પોતાના ભાઇઓ સાથે શાળાનો અભ્યાસ પૂરો કર્યો. તેમના ભાઇ રણધૂર કપૂર અને રાજીવ કપૂર પણ અભિનેતા છે. તેંના પરિવારમાં પ્રેમ નાથ, રાજેન્દ્ર નાથ, શશિ કપૂર અને શમ્મી કપૂર જેવા અભિનેતાઓ થઇ ગયા. તેમની બે બહેનો રિતુ નંદા અને રિમા જૈન છે.

ઋષિ કપૂરે પોતાના કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમને બૉબી માટે 1974માં સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કાર અને સાથે જ 2008માં ફિલ્મફેર લાઇફટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર સહિત અન્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે, તેમણે તેમની પ્રથમ ફિલ્મમાં શાનદાર ભૂમિકા માટે 1971માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો.

ઋષિ કપૂર સ્વર્ગીય રાજ કપૂરના દિકરા અન પૃથ્વી રાજ કપૂરના પૌત્ર છે. પરંપરા અનુસાર તેમણે પણ પોતાના દાદા અને પિતાના પગલે ફિલ્મોમાં અભિનય કર્યો અને તેઓ એક સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યાં. મેરા નામ જોકર તેમની પ્રથમ ફિલ્મ છે જેમાં તેમણે પોતાના પિતાના બાળપણની ભૂમિકા ભજવી હતી. જે કિશોર અવસ્થામાં પોતાની ટીચરને જ પ્રેમ કરવા લાગે છે. પરંતુ બૉબી ફિલ્મમાં તેઓ અભિનેતા તરીકે ઉભરી આવ્યાં. ઋષિ કપૂર અને નીતૂ સિંહના લગ્ન 22 જાન્યુઆરી 1980ના રોજ થયાં હતા.  

તેમના બે સંતાન છે, રણબીર કપૂર જે એક અભિનેતા છે અને રિદ્ધીમા કપૂર જે એક જ્વેલરી ડિઝાઇનર છે. કરિશ્મા અને કરીના તેમની ભત્રીજી છે. ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓના કારણે વિવાદમાં આવ્યાં છે.

Read Also

Related posts

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah

અકસ્માતોનું સરવૈયું : રાજ્યમાં દરરોજ 18 અકસ્માત અને થાય છે 22 જેટલા લોકોનાં મોત, 2019માં આટલા લોકોનાં થયાં છે મોત

Bansari

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!