GSTV

ઋષિ કપૂરના નિધનથી બોલીવુડમાં શોકની લહેર: નેતાથી લઇને અભિનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ઋષિ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સતત બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે ઇરફાન ખાનના નિધનના શોકમાંથી હજુ લોકો બહાર નથી આવ્યાં ત્યાં ગુરુવારે વધુ એક દિગ્ગજે દુનિયાને અલવિદા કહી દીધું છે. ઋષિ કપૂરે ગુરુવારે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતા. બોલીવુડના અનેક અભિનેતા, નેતા સહિત અનેક મોટી હસ્તિઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ગયા. ઋષિ કપૂર ગયા. તેમનું નિધન થઈ ગયુ. હું તૂટી ગયો છું. રણધીર કપૂરે કપૂર પરિવાર તરફથી ઋષિના નિધન અંગે સમાચારોની પુષ્ટિ કરી છે. ઋષિ કપૂરને બુધવારે તેના પરિવાર દ્વારા એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના ભાઈ રણધીરે કહ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ઋષિ કપૂરના નિધન પર દુખ વ્યક્ત કર્યુ. રાહુલ ગાંધીએ લખ્યું કે આ અઠવાડિયુ ભારતીય સિનેમા માટે ખૂબ જ દુખ આપનાર રહ્યું છે. અન્ય એક લેજન્ડ ઋષિ કપૂર આજે આપણી વચ્ચે નથી રહ્યા. એક શાનદાર અભિનેતા, જે દરેક જનરેશન માટે પ્રેરણાદાયક હતા.

દેશના સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ઋષિ કપૂરના નિધન પર દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે ઋષિ કપૂરનું અચાનક જવુ ખૂબ જ ચોંકાવનારુ છે. તે એક શાનદાર અભિનેતાની સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતાં. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

જણાવી દઇએ કે ઋષિ કપૂર પાછલાં વર્ષએ સપ્ટેમ્બરમાં જ ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ કેન્સરની સારવાર કરાવ્યા બાદ ભારત પરત ફર્યા હતા. અભિનેતાને 2018માં કેન્સરની જાણ થઇ હતી, જે બાદ તેઓ સારવાર માટે ન્યૂયોર્ક ગયાં હતાં. ત્યાં આશરે એક વર્ષ તેમની સારવાર ચાલી હતી. આ મુશ્કેલીના સમયમાં ઋષિ કપૂરની પત્ની નીતૂ સિંહ દરેક સમયે તેની સાથે હતી. નીતૂ ઉપરાંત દિકરો રણબીર પણ ઘણાં દિવસો સુધી તેની સાથે હતો.

70ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનાર ઋષિ કપૂરે સેંકડો ફિલ્મોમાં એક્ટિંગ કરી. રોમેન્ટિકથી લઇને ગંભીર કિરદારોમાં તેમણે ફિલ્મોમાં પોતાની અલગ છાપ છોડી. કોમેડીથી લઇને નેગેટિવ રોલમાં ઋષિ કપૂરે તહેલકો મચાવી દીધો હતો. નવા અને જૂના દોરના અભિનેતાઓ સાથે તેમણે અનેક ફિલ્મો કરી છે.

Read Also

Related posts

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah

અકસ્માતોનું સરવૈયું : રાજ્યમાં દરરોજ 18 અકસ્માત અને થાય છે 22 જેટલા લોકોનાં મોત, 2019માં આટલા લોકોનાં થયાં છે મોત

Bansari

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!