કપૂર પરિવારની દિકરી પર ચોરીના ગંભીર આરોપ, રણબીર પણ ન બચાવી શક્યો તો જાહેરમાં માગવી પડી માફી

બોલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂરની બહેન રિદ્ધીમા કપૂર સાહની લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ હાલ તે પોતાની એક જ્વેલરી ડિઝાઇનને લઇને ચર્ચામાં છે. હકીકતમાં રિદ્ધીમા એક જ્વેલરી ડિઝાઇનર છે. તાજેતરમાં જ તેના પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેણે એક ડિઝાઇનની નકલ કરી છે. હકીકતમાં તેણે એક ફેસ્ટિવલ જ્વેલરી કલેક્શન લૉન્ચ કર્યુ હતુ. આ કલેક્શનમાં એક ડાયમંડ અને પર્લની ઇયરિંગ્સ પણ શામેલ છે.

આરોપ છે કે તેની આ ઇયરિંગ્સની ડીઝાઇન કોકીચી મીકીમોટોની કૉપી છે. ઘણાં લોકોએ સોશિયલ મીડિયા પર આરોપ પણ લગાવ્યા છે કે રિધ્ધીમાએ જે તસવીર પ્રેઝન્ટેશન માટે પસંદ કરી છે તે મારી છે. નકલના આરોપના કારણે રિદ્ધીમા ટ્રોલ થઇ રહી છે.

રિધ્મા પર ડિઝાઇનની નકલનો આરોપ ‘ડાઇટ સબ્યા’ નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમનુ કહેવું છે કે હકીકતમાં આ ડિઝાઇન કોકીચી મિકીમોટોની છે. ડાઇટ સબ્યાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. તેમાંથી એકમાં ઇયરિંગ જોવા મળી રહ્યાં છે અને બીજી તસવીરમાં રિદ્ધીમાની પોસ્ટ જોવા મળી રહી છે.

આ પોસ્ટ સાથ તેણે લખ્યું છે કે, કોકીચી મીકીમોટોને દુનિયાના પર્લ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1916થી કામ કરી રહેલી આ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રીમા એક બેંચમાર્ક છે જણાવ દે કે રિદ્ધીમા R નામથી પોતાનુ જ્વેલરી કલેક્શન ચલાવે છે. તેની ડિઝાઇન્સને સેલેબ્સ અને ફેન્સ બંને પસંદ કરે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter