GSTV

અમિતાભથી જીતવા માટે ઋષિ કપૂરે રૂપિયા આપીને ખરીદ્યો હતો અવોર્ડ, ચોંકાવનારા છે અભિનેતાના રોચક કબૂલનામા

રિદ્ધિમા કપૂર

અભિનેતા ઋષિ કપૂરનું મુંબઇ ખાતે નિધન થયું છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને ફેન્સને આ જાણકારી આપી છે. બુધવારે રાતે ખબર મળ્યાં હતાં કે શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણએ ઋષિ કપૂરને એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બોલીવુડના અનેક દિગ્ગજ કલાકાર ટ્વીટ કરીને ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

ઋષિ

બાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેંસર્ડ’માં ઋષિ કપૂરની લાઇફના અનેક રોચક ખુલાસા કરવામાં આવ્યાં છે. મીના ઐય્યર દ્વારા લખવામાં આવેલા આ પુસ્તકમાં ઋષિએ પોતાની લવ લાઇફ વિશે પણ જણાવ્યું છે. ચાલો વાત કરીએ તેમાંથી 5 એવા કિસ્સાઓ વિશે જેને જાણીને લોકો દંગ રહી ગયાં હતાં.

નીતૂ સિંહ ઋષિ કપૂરનો પ્રથમ પ્રેમ નથી

આ જ પુસ્તકમાં ઋષિએ જણાવ્યું હતું કે નીતૂ સિંહ પહેલાં તે એક પારસી યુવતી યાસ્મીન મહેતાને પ્રેમ કરતાં હતા. યાસ્મીન વિશે ઋષિએ વધુ તો નથી જણાવ્યુ. પરંતુ તે જરૂર જણાવ્યું કે જ્યારે નીતૂ સાથે તેમની પહેલી મુલાકાત થઇ હતી, ત્યારે તે યાસ્મીનને ડેટ કરી રહ્યાં હતાં પરંતુ બૉબીની સક્સેસ બાદ યાસ્મિનને લાગ્યું કે ઋષિ બૉબીમાં તેમની કોસ્ટાર રહેલી ડિંપલ કાપડિયાના પ્રેમમાં પડી ગયાં છે. તેથી યાસ્મિને ગેરસમજમાં ઋષિ કપરના પ્રેમને ઠુકરાવી દીધો. ઋષિ કપૂરે તેને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તે ન માની.

રાજેશ ખન્નાએ દરિયામાં ફેંકી દીધી હતી ઋષિની વીંટી

પોતાના પુસ્તકમાં ઋષિ કપૂરે જણાવ્યું કે, જ્યારે હું યાસ્મીન સાથે રિલેશનશિપમાં હતો ત્યારે યાસ્મીને મને એક રિંગ ગિફ્ટ કરી હતી પરંતુ ફિલ્મ બૉબી દરમિયાન ડિંપલે તે રિંગ મારી પાસેથી લઇને પહેરી લીધી. જ્યારે રાજેશ ખન્નાએ ડિંપલને પ્રપોઝ કરી તો તેમણે તે રિંગને દરિયામાં ફેંકી દેવા કહ્યું. જ્યારે ડિંપલે તે રિંગ દરિયામાં ફેંકી ત્યારે જ તેમની વચ્ચે કમિટમેન્ટની શરૂઆત થઇ પરંતુ હકીકત એ હતી કે હું ક્યારેય ડિંપલને પ્રેમ ન હતો કરતો.

અમિતાભને હરાવવા ઋષિએ ખરીદી લીધો અવોર્ડ

પોતાની ઑટોબાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લામાં ઋષિએ જણાવ્યું કે, મે 30 હજાર રૂપિયા આપીને ફિલ્મફેર અવોર્ડ પોતાના નામે કર્યો હતો. હકીકતમાં આ વાત 1973ની છે. તેમણે આ રીતે ફિલ્મ બૉબી માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ પોતાના નામે કર્યો હતો. તે સમયે જંઝીરમાં ઉમદા અભિનય કરવા માટે અમિતાભ બચ્ચન હરિફ હતા. ઋષિ કપૂર પછીથી તેમ પણ વિચારતા હતાં કે આ જ કારણે અમિતાભ અને તેમના સંબંધો ઠંડા પડી ગયાં, કારણ કે અમિતાભને લાગતુ હતું કે અવોર્ડ તેમને મળવો જોઇતો હતો. આ કારણે બંનેના સંબંધો વણસી ગયાં હતાં. જો કે પછીથી તેમની વચ્ચે કોઇ કડવાશ ન હતી.

આ કારણે લગભગ ઠુકરાવી દીધી હતી ‘કભી-કભી’

ફિલ્મ કભી-કભી હિટ સાબિત થઇ હતી. ઋષિ કપૂરે આ અંગે જણાવ્યું હતું કે. તેમણે આ ફિલ્મને લગભગ ઠુકરાવી દીધી હતી કારણ કે ફિલ્મમાં નીતૂનો રોલ તેમના કરતાં વધુ દમદાર હતો. ઋષિએ પોતાના પુસ્તકમાં જણાવ્યું કે, કભી-કભીની ઑફર શરૂઆતમાં મે ઠુકરાવી દીધી હતી. એક મારે અમિતાભને પડકારવો હતો. બીજુ મને લાગતુ હતું કે નીતૂનો રોલ મારા કરતાં વધુ દમદાર છે.

ઋષિ કપૂરને મારવા પહોંચી ગયો હતો સંજય દત્ત

આ પુસ્તકમાં ઋષિ કપૂરે તેમ પણ જણાવ્યું કે, એક વાર સજય દત્ત તેમને મારવા માટે તેના એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયો હતો. હકીકતમાં સંજયને શંકા હતી કે તેમનુ અફેર ટીના મુનીમ સાથે ચાલી રહ્યું છે. જો કે નીતૂના સમજાવ્યા બાદ સંજય પરત ચાલ્યો ગયો હતો.

Read Also

Related posts

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમપેઇનની કરી શરુઆત

pratik shah

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!