GSTV
Home » News » આ મહિને પત્ની નીતૂ સાથે ભારત પરત ફરશે ઋષિ કપૂર, સતાવી રહી છે ઘરની યાદ

આ મહિને પત્ની નીતૂ સાથે ભારત પરત ફરશે ઋષિ કપૂર, સતાવી રહી છે ઘરની યાદ

જાણીતા અભિનેતા ઋષિ કપૂર જે પાછલા ઘણાં સમયથી અમેરિકામાં પોતાની બિમારીની સારવાર કરાવી રહ્યાં છે. ટૂંક સમયમાં તેઓ સ્વદેશ પરત ફરી શકે છે. પત્ની નીતૂ કપૂર સાથે ઋષિ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ન્યૂયોર્કમાં જ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેઓ ભારત પરત ફરશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઘર વાપસી કરશે.

2018માં જ ઋષિએ ભારત છોડીને પત્ની નીતૂ સાથે સારવાર માટે ન્યૂયોર્ક જવું પડ્યુ હતું. ત્યારથી લઇને અત્યાર સુધી તેમના મિત્રો, પરિવારજનો અને બોલીવુડના જાણીતા ચહેરાઓ તેમને મળવા વિદેશ જઇ ચુક્યાં છે. આ ઉપરાંત ઋષિના ફેન્સ અને મિત્રો તેમના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરી રહ્યાં છે.

વિક્કી કૌશલ, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને અનુપમ ખેર જેવા સ્ટાર્સે નીતૂ તથા ઋષિ કપૂર સાથેની તસવીરો શેર કરી છે.  ઉપરાંત તેમણે ઋષિ કપૂરના સ્વાસ્થ્ય અંગે પણ અનેક અપડેટ્સ આપ્યાં છે. ઋષિની નવી તસવીરો જોઇને લાગી રહ્યું છે કે તેમના સ્વાસ્થ્યમાં સુધાર છે અને આ તસવીરો તેવા સંકેત આપે છે કે તેઓ ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરી શકે છે.

જણાવી દઇએ કે ઋષિ કપૂર લાંબા સમયથી ભારતથી બહાર છે. તે ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. પરંતુ હવે તે ભારત આવવા માટે ખુબ તલપાપડ છે. તેમને હવે ઘરે પાછા ફરવાની ખૂબ ઉતાવળ છે. સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ઋષિ કપૂરે ટ્વિટર પર લખ્યું, ‘આજે મને ન્યૂયોર્કમાં રહેતા આઠ મહિના થઈ ચુક્યા છે. હું ઘરે ક્યારે જઈશ?’ ઋષિ કપૂરની આ ટ્વીટથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમને ઘરે આવવાની હવે ઉતાવળ છે. તમને જણાવી દઈએ કે ઋષિ કપૂર સપ્ટેમ્બર 2018થી ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. જ્યારે તે ન્યૂયોર્ક ગયા હતા ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી.

એક્ટની બીમારી પર થોડા દિવસો પહેલા ફિલ્મમેકર રાહુલ ખૈલે ખુલાસો કર્યો હતો કે ઋષિ કપૂર કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા છે. પરંતુ હવે તે કેન્સર ફ્રી છે. આ પછી ઋષિ એ પણ કહ્યું હતું કે તેમને કેન્સર હતું. એક ઈન્ટરવ્યૂમાં ઋષિ કપૂરે કેન્સર સાથેની પોતાની જંગનો અનુભવ શેર કર્યો હતો.  

Read Also

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!