GSTV
Home » News » World Cup 2019 : ટીમમાં ઋષભ પંતનું સ્થાન હતું નિશ્વિત, આ કારણે દેખાડાયો બહારનો રસ્તો

World Cup 2019 : ટીમમાં ઋષભ પંતનું સ્થાન હતું નિશ્વિત, આ કારણે દેખાડાયો બહારનો રસ્તો

rishabh pant world cup

વન ડે ક્રિકેટમાં ધોનીનો વારસદાર મનાતો ઋષભ પંચ પોતાના નાના પરંતુ પ્રભાવી કરિયર દરમિયાન અનેકવાર સોનેતી તક ઝડપી શક્યો નથી અને તેને સૌથી મોટો આંચકો BCCIની સિલેક્શન કમિટીએ આપ્યો છે. જેણે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં તેના બદલે દિનેશ કાર્તિકને સ્થાન આપવામાં આવ્યું.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર પંતનો દાવો મજબૂત હતો પરંતુ તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ ન કરવામાં આવ્યો. હાલની આઇપીએલ 12માં પંતનું પ્રદર્શન કાર્તિકની સરખામણીમાં ઉમદા રહ્યું છે. તેવામાં પંતનું સિલેક્શન ન થવું તેના ફેન્સ માટે આંચકાજનક હતું.

પંત અત્યાર સુધી આઇપીએલમાં 245 રન બનાવી ચુક્યો છે જ્યારે કાર્તિકે 111 રન બનાવ્યા છે. જણાવી દઇએ તે પંતને ઇંગ્લેન્ડમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો હતો અને BCCIની સિલેક્ટિંગ કમીટીના ચેરમેન એમએસકે પ્રસાદ અનુસાર પંતે ટીમમાં લગભગ સ્થાન મેળવી લીધું હતું.

Rishabh Pant with dhoni

બીસીસીઆઇ અધ્યક્ષ એમએસકે પ્રસાદે જણાવ્યું કે, નિશ્વિત રૂપે આ મામલે અમે વિસ્તૃત ચર્ચા કરી. સંયુક્ત રૂપે અમને લાગ્યું કે દિનેશ કાર્તિક અથવા પંતને અંતિમ અગિયારમાં ત્યારે તક મળશે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ઇજાગ્રસ્ત થશે. તે સ્થિતીમાં જો તે ક્વાર્ટર ફાઇનલ કે ફાઇનલ જેવી મહત્વપૂર્ણ મેચ હશે તો તેમાં વિકેટકીપિંગ મહત્વની છે.

પ્રસાદના નિવેદન પરથી તે સ્પષ્ટ છે કે સિલેક્શન કમિટી ઋષભ પંતની વિકેટકીપિંગ વિશે શું વિચારે છે. ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પ્રસાદે કહ્યું કે, ફક્ત આ જ કારણ છે કે અમે દિનેશ કાર્તિકને સિલેક્ટ કર્યો. નહી તો પંતનું સ્થાન ટીમમાં લગભગ નિશ્વિત હતું અને તે દુર્ભાગ્યશાળી રહ્યો કે તેનું સિલેક્શન ન થયું. પંત ઘણો પ્રતિભાશાળી છે. આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાંથી રમનાર આક્રમક બેટ્સમેન પંત પોતાની બેટિંગથી કોઇપણ બોલરના આક્રમણને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. તેની પહેલાં ઘણીવાર તેણે આ વાત સાબિત કરી બતાવી છે. તેણે ઢાકામાં 2016માં અંડર 19 વર્લ્ડ કપમાં જોરદાર શૉટ ફટકારીને વાહવાહી મેળવી હતી અને 12 મહિના બાદ ઇંગ્લેન્ડ સામે ટી-20 સાથએ ભારત માટે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યુ હતું.

Related posts

મંદીની માર : દિવાળી વેકેશનમાં બહાર ફરવા જવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

Nilesh Jethva

પાણીના બગાડને અટકાવવા એક વાંદરાના પ્રયાસો જોઈને તમને લાગશે નવાઇ, વીડિયો થયો વાયરલ

pratik shah

કાર્તિક આર્યન સાથે વર્ક આઉટ કરવા GYM પહોંચી શ્રદ્ધા કપૂર, આગામી ફિલ્મમાં દેખાશે સાથે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!