GSTV
Home » News » INDvAUS: ઋષભ પંત સૌથી મોટો ‘વિલન’, ટર્નરને આપેલા ‘જીવતદાન’ની ભારતે ચૂકવી ભારે કિંમત

INDvAUS: ઋષભ પંત સૌથી મોટો ‘વિલન’, ટર્નરને આપેલા ‘જીવતદાન’ની ભારતે ચૂકવી ભારે કિંમત

IND AUS final match

મોહાલી વન ડેમાં એશ્ટન ટર્નરે ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું. 43 બોલમાં અણનમ 84 રનોની ધુંઆધાર ઇનિંગના કારણે આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયન હીરો બનીને ઉભરી આવ્યો. કાંગારૂ ટીમે 47.5 ઓવરોમાં 359/6 રન બનાવીને વન ડેના પાંચમાં સૌતી મોટા ટાર્ગેટને હાંસેલ કર્યો.

વનડે ઇન્ટરનેશનલમાં હાંસેલ કરોલા સૌથી મોટા લક્ષ્યાંકો

  • 435 દક્ષિણ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2006
  • 372 દક્ષિણ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, ડર્બન, 2016
  • 361 ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઇન્ડિઝ, બ્રિજટાઉન, 2019
  • 360 ભારત vs ઑસ્ટ્રેલિયા, જયપુર, 2013
  • 359 ઑસ્ટ્રેલિયા vs ભારત, મોહાલી, 2019 *

પહેલા બેટિંગ કરતાં 358/9 રનોના મોટા સ્કોર છતાં ભારતે મેચ ગુમાવી. કેપ્ટન કોહલીએ હારના અનેક કારણો ગણાવ્યા. તેમણે માન્યું કે સ્ટંપિંગ મહત્વનું હોય છે, અમે મેદાન પર થોડા ઢીલા હતા. અંતિમ કેટલીક ઓવરોમાં પાંચ અવસર ગુમાવ્યા બાદ પસ્તાવાનો કોઇ અર્થ નથી.

મહત્વનું છે કે ભારતની હારનું એક મહત્વનું કારણ વિકેટની પાછળ ઋષભ પંતની અસફળતા છે. મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપવામાં આવ્યા બાદ મળેલી સુવર્ણ તકનો લાભ પંત ન લઇ શક્યો. ધોનીની ગેરહાજરી મેદાન પર સ્પષ્ટપણે જોવા મળી. વિકેટ પાછળ ધોની જેવી સ્ફૂર્તિ પંતમાં જોવા ન મળી.

ઋષભ પંત ખતરનાક દેખાઇ રહેલા એશ્ટન એગરને તે સમયે સ્ટંપ કરવાથી ચૂકી ગયો જ્યારે તે ફક્ત 38 રન બનાવીને રમી રહ્યો હતો. હકીકતમાં ઇનિંગની 44મી ઓવર નાંખી રહેલા યુજવેન્દ્ર ચહલના પહેલા બોલ પર એશ્ટન ટર્નર ક્રીઝની બહાર આવી ગયો હતો પરંતુ સ્ટંપની પાછળ પંત તે બોલને પકડી ન શક્યો અને સ્ટંપિંગની શાનદાર તક ગુમાવી. આ બોલ વાઇડ હતો.

વિકેટની પાછળ પંતે આ મેચમાં અનેક ભૂલો કરી પરંતુ સ્ટંપિંગના ચાન્સને હાથમાં જતા જોઇને મોહાલીના દર્શકો પણ ચોંકી ઉઠ્યાં. ત્યારે જ ‘ધોની-ધોની’ના સૂત્રોચ્ચારથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યુ.

ટર્નરને સ્ટંપ ન કરી શકવાની ટીમ ઇન્ડિયાએ ભારે કિંમત ચૂકવવી પડી. તે કાંગારૂ બેટ્સનેને તે બાદ ડેથ ઓવરોના હીરો કહેવાતા જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પણ ન છોડ્યા અને ટીમને 13 બોલ બાકી રહેતાં જીત અપાવી.

Read Also

Related posts

હની ટ્રેપ, સેક્સની લાલચ આપી મોનિકા અને આરતી કરતા હતા આવું કંઇક…

Karan

જમાલપુરનાં ભાજપના કાર્યકર્તા રિયાઝુદ્દીનની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા

Mansi Patel

ભારતમાં થતા રોકાણમાંથી 40% રોકાણ માત્ર ગુજરાતમાં થાય છે : CM રૂપાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!