GSTV
Gujarat Government Advertisement

દુનિયાના આ ખતરનાક સ્પિનરને લાગે છે રિષભ પંતથી ડર, આ છે કારણ

પંત

Last Updated on June 10, 2020 by Bansari

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિશભ પંતની પ્રતિભા વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ હજી સુધી તો તે તેની પ્રતિષ્ઠા કે પ્રતિભાને અનુરૂપ દેખાવ કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સદી સિવાય તેણે ખાસ યાદગાર બેટિંગ કરી નથી. તે ગમે ત્યારે તેની વિકેટ ફેંકી દેવા માટે જાણીતો છે તો તેના કીપિંગમાં પણ ઘણી ભૂલો દેખાઈ છે અને તેને કારણે જ અનિયમિત વિકેટકીપર લોકેશ રાહુલને ટી20 અને વન-ડેમાં કીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.

આમ છતાં વિશ્વના સૌથી ખતરનાક મનાતા સ્પિનર રાશીદ ખાનને રિશભ પંતનો ડર લાગે છે. અફઘાનિસ્તાનના આ સ્ટાર સ્પિનરે જણાવ્યું હતું કે જે રીતે રિશભ પંત બેટિંગ કરે છે તેનાથી ડર લાગે છે. ભારતના આ યુવાન બેટ્સમેનના ભાથામાં તમામ પ્રકારના શોટ છે. તે ફોર્મમાં હોય ત્યારે તેને રોકવો મુશ્કેલ હોય છે.

રાશીદ અને રિશભનો સામનો થયો ત્યારે

અફઘાનિસ્તાનના આ સ્પિનર અને રિશભ પંતનો પહેલી વાર સામનો થયો હતો 2015ની એક ત્રિકોણીય સિરીઝમાં અને ત્યાર બાદ 2016ના અંડર-19 વર્લ્ડ કપમાં પણ બંને સામસામે રમ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ સાથેની ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં રાશીદે જણાવ્યું હતું કે રિશભે મારી બોલિંગમાં સળંગ ત્રણ સિક્સર ફટકારી હતી અને ચોથા બોલે તેનો કેચ છૂટી ગયો હતો. તેની સામે અમારા તમામ બોલર નિ:સહાય લાગતા હતા. મને યાદ છે કે અંડર-19 ત્રિકોણીય સિરીઝમાં કોલકાતા ખાતે મેં તેની સામે બોલિંગ કરી હતી.

રિશભ પંતની ઇન્ટરનેશનલ કરિયર હજી સુધી એવરેજ રહી છે. ટેસ્ટ મેચમાં તે 22 ઇનિંગ્સમાં 814 રન કરી શક્યો છે. 14 વન-ડેમાં તે માત્ર 374 રન કરી શક્યો છે જેમાં માત્ર એક જ અડધી સદી સામેલ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!